Home News દેશમાં 24 કલાકમાં 18,132 નવા કેસ નોંધાયા, 193 દર્દીએ જીવ ગુમાવ્યો

દેશમાં 24 કલાકમાં 18,132 નવા કેસ નોંધાયા, 193 દર્દીએ જીવ ગુમાવ્યો

Face Of Nation, 11-10-2021: ભારતમાં હાલ એક દિવસમાં 20 હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. પણ સૌથી વધુ સંક્રમિત રાજ્ય કેરળ  છે. અહીં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન પણ સંક્રમણની સ્થિતિ કાબૂમાં છે. રાજ્યમાં એક દિવસમાં 18 નવા કેસ નોંધાયા છે જ્યારે 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે સોમવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,132 નવા  પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 193 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,39,71,607 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 95,19,84,373 કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 46,57,679 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 32 લાખ 93 હજાર 478 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 21,563 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,27,347 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,50,782 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 10 ઓક્ટોબર, 2021 સુધીમાં કુલ 58,36,31,490 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 10,35,797 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)