Face Of Nation, 11-10-2021: જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક JCO સહિત 5 જવાન શહીદ થયાના સમાચાર છે. આ અગાઉ આજે સવારે અનંતનાગ અને બાંદીપોરામાં સુરક્ષાદળોએ એક એક આતંકીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા.
મળતી માહિતી મુજબ એન્કાઉન્ટર દરમિયાન આ પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેઓ શહીદ થયા. વિસ્તારના ચમરેર જંગલમાં આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. એજન્સીઓને મુઘલ રોડ પાસે ચમરેર દ્વારા આતંકીઓની ઘૂસણખોરીના ઈનપુટ મળ્યા હતા. ત્યારબાદ સુરક્ષાદળોએ ત્યાં ઓપરેશન ચલાવ્યું. આજ સવારથી જ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અહીં
A junior commissioned officer (JCO) & four soldiers killed in action during a counter-terrorist operation in the Rajouri sector in the Pir Panjal ranges: Sources
— ANI (@ANI) October 11, 2021
સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે. જંગલમાં હજુ પણ ત્રણથી ચાર આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. એન્કાઉન્ટર દરમિયાન જ સેનાના ચાર જવાન અને એક જેસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ બાજુ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણમાં એક આતંકી ઠાર થયો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે અથડામણમાં એક જવાન પણ ઘાયલ થયો છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ટોચના અધિકારીએ જણાવ્યું કે એક વિશેષ સૂચના પર પોલીસ અનંતનાગના ખગુંડ વેરીનાગ વિસ્તારમાં એક ઓજીડબલ્યુ ને લેવા માટે ગઈ હતી. જેવા સુરક્ષાદળો ત્યાં પહોંચ્યા કે છૂપાયેલા આતંકીઓએ પોલીસટુકડી પર ફાયરિંગ કર્યું અને અથડામણ શરૂ થઈ ગઈ. પોલીસ અધિકારીએ કહ્યું કે ફાયરિંગ દરમિયાન એક અજાણ્યો આતંકી ઠાર થયો. જ્યારે એક સિપાઈને પણ ગોળી વાગી. હાલ તે સારવાર હેઠળ છે. માર્યા ગયેલા આતંકી પાસેથી એક પિસ્તોલ અને એક ગ્રેનેડ મળી આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યના બાંદીપોરાના હાજિન વિસ્તારના ગુંડજહાંગીરમાં પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે અને સેનાના જવાનોએ એક આતંકીને ઠાર કર્યો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બે થી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. જો કે ઓપરેશન ખતમ થયા બાદ વાસ્તવિક સંખ્યા જાણી શકાશે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)