Face Of Nation, 11-10-2021: લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપી આશીષ મિશ્રાને ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. કોર્ટે આરોપી આશીષ મિશ્રાને ઝટકો આપતા તેના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આગામી ત્રણ દિવસ સુધી એસઆઈટી આશીષની વધુ પૂછપરછ કરશે. મહત્વનું છે કે લખીમપુર ખીરી હિંસામાં ચાર કિસાનો સહિત કુલ 8 લોકોના મોત થયા હતા.
ફરિયાદી વકીલ એસપી યાદવે જણાવ્યું કે આશિષ મિશ્રાને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ફરિયાદી દ્વારા 14 દિવસની માંગણી કરવામાં આવી હતી પરંતુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 12 થી 15 તારીખ સુધી શરતો સાથે રિમાન્ડ મળશે. આ દરમિયાન મેડિકલ કરવામાં આવશે અને હેરાન કરવામાં આવશે નહીં. એડવોકેટ દૂર ઉભા રહીને વાત કરી શકે છે.
Lakhimpur Kheri incident | MoS Ajay Mishra Teni's son Ashish Mishra has been sent to three-day police remand with conditions: SP Yadav, Prosecution Advocate pic.twitter.com/H8Ecg5MA4M
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 11, 2021
કોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે આશીષ મિશ્રાની માત્ર 12 કલાક પૂછપરછ થઈ, જેમાં તેણે જવાબ આપ્યા નહીં. તેની 14 દિવસની પોલીસ કસ્ટડી જોઈએ. તો આશીષના વકીલે કહ્યુ કે, પોલીસ પાસે આશીષને પૂછવા માટે માત્ર 40 સવાલ હતા, જેને પૂછી લેવામાં આવ્યા. આશીષના વકીલે કહ્યુ કે, 12 કલાકની પૂછપરછમાં માત્ર એકવાર પાણી આપવામાં આવ્યું. બ્રેક વગર સતત સવાલ પૂછવામાં આવ્યા જેના જવાબ આપવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની 12 કલાકની પૂછપરછ બાદ શનિવારે રાત્રે લખીમપુરમાં ધરપકડ કરવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)