Face Of Nation, 11-10-2021: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને એક્શન મોડમાં આવી છે. તેમજ તમામ પ્રધાનોને વિધાનસભા 2022નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.રાજ્ય સરકારના તમામ વિભાગને મહત્વના પ્રોજેક્ટ પર કામ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટ ચૂંટણી પહેલા પૂર્ણ કરવાની પણ સૂચના આપી દીધી છે.. સીએમ ભૂપેન્દ્ર પટેલ તમામ વિભાગના પ્રેઝન્ટેશનની સમીક્ષા કરશે. જે બાદ તાત્કાલીક ધોરણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. સરકારના 26 વિભાગમાંથી મહત્વના તેમજ લોકોને સ્પર્શતા પ્રોજેક્ટની વિગતો મંગાવવામાં આવી છે.
રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં રમત ગમતના મેદાનો, ઇ લાઈબ્રેરી, આવાસ યોજના 2022માં પુરી કરવી, 27 હજારથી વધુ ગૃહવિભાગમાં ભરતીઓ, આંતરમાળખાકીય સુવિધાઓ તમામ બાબતે પ્રધાનો કામે લાગ્યા છે.. 100 દિવસમાં સમીક્ષા કરેલા કામો પૂર્ણ કરવાની પણ સૂચના આપી છે. રાજ્ય સરકારના મહેસુલ, આરોગ્ય, નાણાં વિભાગ, રમતગમત, ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, વન વિભાગ, અનુસૂચિત જન જાતિ વિભાગ, ટુરિઝમ, સહિત વિવિધ વિભાગોમાં સરકારી ભરતી સહિતના વિકાસના કામો કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)