Face Of Nation, 11-10-2021: પેટ્રોલ અને ડીઝના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ મહિનામાં 10 દિવસમાં પેટ્રોલ જ્યાં 2.80 રૂપિયા મોંઘુ થયું તો ડીઝલના ભાવમાં 3.30 રૂપિયાનો વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓ એ એકવાર ફરીથી સોમવારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો કર્યો છે. આ સાથે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. સતત સાતમાં દિવસે ભાવ વધારાથી ઈંધણની કિંમત રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગઈ છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીનું એક નિવેદન સામે આવ્યુ છે.
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ કહ્યુ- તેલની કિંમતો વધુ નથી, આ કિંમતોમાં ટેક્સ પણ સામેલ છે. ફ્રી વેક્સિન તો તમે લીધી હશે, તેના પૈસા ક્યાંથી આવશે? તમે વેક્સિન માટે રૂપિયા આપ્યા નથી, આ રીતે રૂપિયા ભેગા કર્યા. કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીનું આ નિવેદન 9 ઓક્ટોબરનું છે, જેમણે અસમમાં આ નિવેદન આપ્યું હતું.
Fuel prices aren't high but include the tax levied. You must've taken a free vaccine, where will the money come from? You haven't paid the money, this is how it was collected: Union MoS (Petroleum & Natural Gas) Rameswar Teli in Assam on Oct 9 pic.twitter.com/uZZCpXdUCj
— ANI (@ANI) October 11, 2021
કેન્દ્રીય મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં સોમવારે પેટ્રોલ પ્રતિ લીટર 104.44 રૂપિયા પર પહોંચી ગયું તો ડીઝલ 93.18 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે. મહત્વનું છે કે આ મહિનાની પ્રથમ તારીખે પેટ્રોલ 25 પૈસા મોંઘુ થયું હતું તો ડીઝલમાં 30 પૈસા પ્રતિ લીટરે વધારો થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)