Home Uncategorized દુઃખદ ઘટના :કુલ્લુ નજીક 500 ફુટ ઊંડી ખીણમાં બસ ખાબકતા 43 યાત્રિકોના...

દુઃખદ ઘટના :કુલ્લુ નજીક 500 ફુટ ઊંડી ખીણમાં બસ ખાબકતા 43 યાત્રિકોના મોત

બસમાં 50થી વધુ યાત્રી સવાર હતા, 37ની હાલત ગંભીર
ઘાયલોને પીઠ પર ઉંચકીને બહાર લાવવામાં આવ્યાં
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો

Face Of Nation:કુલ્લુઃ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 43 યાત્રિકોના મોત નિપજ્યાં છે. જ્યારે 37 લોકો ગંભીર છે. પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. દુર્ઘટના કુલ્લુમાં બંજર વિસ્તારની પાસે ભેઉટ ટર્ન પાસે થઈ છે.

પીએમ મોદીનું ટ્વીટ

Deeply saddened by the bus accident in Kullu. Condolences to the families of those who lost their lives. I hope the injured recover soon. The Himachal Pradesh Government is providing all possible assistance that is required: PM @narendramodi

બસમાં 60 લોકો સવાર હતા: કુલ્લુ એસપી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું કે બસમાં લગભગ 50 યાત્રી સવાર હતા. બસ કુલ્લુથી ગાડાગુશેણી જઈ રહી હતી. એક વણાંક પાસે બસ લગભગ 500 ફુટ નીચે ખીણમાં પડી ગઈ હતી. જ્યાં દુર્ઘટના ઘટી ત્યાં નદી પણ છે. એવામાં રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. ઘાયલોની પીઠ પર મૂકીને બહાર લાવવામાં આવી રહ્યાં છે. રિપોર્ટ મુજબ આ દુર્ઘટના લગભગ 4 વાગ્યે થઈ હતી. રસ્તાનો આ વણાંક ખતરનાક છે. જ્યાં બસને પાછળ લઈ ગયા બાદ જ ટર્ન મારી શકાય છે. ત્યારે આવા પ્રયાસ કરતાં બસ ખીણમાં પડી ગઈ. ખીણની પાસે નદી પણ છે. 48 સીટવાળી આ બસમાં લગભગ 60 લોકો સવાર હતા.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યોબસમાં 50થી વધુ યાત્રી સવાર હતા, 37ની હાલત ગંભીર
ઘાયલોને પીઠ પર ઉંચકીને બહાર લાવવામાં આવ્યાં
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો