Home Uncategorized Exclusive : કોરોના વાયરસ બાદ કેનેડામાં ફેલાઈ રહેલા નવા રોગ જેવો પ્રથમ...

Exclusive : કોરોના વાયરસ બાદ કેનેડામાં ફેલાઈ રહેલા નવા રોગ જેવો પ્રથમ શંકાસ્પદ કેસ ભારતમાં ગુજરાતના અમદાવાદમાં ?, હજુ સુધી પુષ્ટિ નહીં

Face Of Nation Exclusive, 12-10-2021 : છેલ્લા કેટલાક દિવસોથી કેનેડાના ન્યૂ બ્રુન્સવિક પ્રાંતમાં એક રહસ્યમય બીમારી(mysterious brain disease) ફેલાઈ છે. જેના કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. આ બીમારી મગજ ઉપર અસર કરે છે. કેનેડામાં હાલ અનેક લોકો અજાણી બીમારીથી પીડિત છે.
ફેસ ઓફ નેશન સાથે વાતચીત કરતા અમદાવાદના મણિનગરમાં રહેતા તુષારભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 દિવસથી તેઓ મગજની બીમારીથી પીડાઈ રહ્યા છે. તેમને આ બીમારીના ઈલાજ માટે એમડી ડોકટરોનો પણ સંપર્ક કર્યો છે સાથે જ તેમણે આ માટે જરૂરી તમામ પ્રકારના રીપોર્ટસ પણ કઢાવી લીધા છે. ડોક્ટરોએ તેમને આ રોગ “Maningitis” હોવાનું જણાવ્યું છે. જો કે, હજુ સુધી તેઓ આ બીમારીથી મુક્ત થયા નથી. તેઓએ આ અંગે જરૂરી સારવાર અને માહિતી માટે અથવા સરકારી તંત્ર કે કોઈ ખાનગી સંસ્થા પાસે મદદ માટે માંગ કરી છે.
આ અંગે વધુ માહિતી આપતા તેમણે ફેસ ઓફ નેશનને જણાવ્યું હતું કે, હું એક પ્રોફેશનલ વ્યવસાય સાથે સંકળાયેલો છું. થોડા દિવસ પહેલા મને તાવ આવતો હતો. જેથી મેં તેની સારવાર માટે ડોક્ટરનો સંપર્ક કર્યો અને ડોકટરે મારા મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના બધા રિપોર્ટ્સ કઢાવ્યા. આ બધા રિપોર્ટ્સ નોર્મલ આવ્યા. ડોક્ટર પણ કેમ તાવ ઉતરતો નથી તેને લઈને વિચારમાં હતા તેવામાં તેમણે મને મગજનો એક રિપોર્ટ કે જેમાં કરોડરજ્જુમાંથી મગજ સુધી પહોંચતી નસમાંથી પાણીનું સેમ્પલ લેવાનું હોય છે. આ સેમ્પલ લીધા બાદ તેનો રિપોર્ટ આવ્યો જેમાં મગજમાં રહેલા પાણીમાં કેટલાક બેક્ટેરિયા જણાઈ આવ્યા અને ત્યારબાદ મારી સારવાર શરૂ કરવામાં આવી. મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ચાર દિવસ બાદ રજા આપવામાં આવી છતાં મને હજુ સુધી સ્વસ્થતા લાગતી નથી.
આ રોગ થયા બાદ મને કામમાં મગજ સ્થિર થઇ શકતું નથી કે કોઈ વિચાર થતા નથી, કામ ન કરવા ખાતર કરવું પડે એવું સતત લાગ્યા કરે છે. આ અંગે મેં એક કોર્પોરેટર મારફતે સરકારી ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. તેઓ મારા ઘરે પણ આવ્યા હતા અને તેમણે મને આ અંગે સમજાવીને મગજનો ટીબી એટલે કે મગજનો લકવો હોવાનું જણાવ્યું હતું. આ બાબતે મેં મારા એમડી ડોક્ટર સાથે ફરી વાત કરતા તેઓએ મને જણાવ્યું હતું કે, હાલમાં અમે જે દવા કહીએ એ લો કેમ કે અમે બધું જોઈને દવા લખી આપીએ છીએ જયારે સરકારી ડોક્ટર તમને બધાને દવા લખી આપે એ આપશે. એમડી ડોક્ટરે મને “Maningitis” રોગમાંથી મુક્ત કરવા માટે સાંત્વના આપી છે. હાલમાં મારી સારવાર ચાલુ છે પણ જોઈએ તેવી રિકવરી થઇ નથી.
જો કે હાલ તેમનો આ રોગ કેનેડામાં ફેલાયેલો (mysterious brain disease ) છે કે કેમ તે અંગે કહેવું મુશ્કેલ છે. પરંતુ લક્ષણો જોતા આ રોગ હોવાની તેમને શક્યતાઓ છે. આ અંગે ડોક્ટરોની સારવાર ચાલી રહી છે. આ રોગથી પીડાતા તુષારભાઈ યોગ્ય સંસ્થા કે સરકારનો સહયોગ મળે અને જલ્દી તેઓ સાજા થઇ જાય તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
શું છે આ શંકાસ્પદ રોગ અને તેના લક્ષણો ?
કેનેડાના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, હાલમાં 48 લોકો આ રોગથી પીડિત થયા છે. ઘણા લોકોએ વિચિત્ર બીમારીને કારણે ભૂલી જવા અને મૂંઝવણની ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક અધિકારીઓએ પણ આ રહસ્યમય ન્યુરોલોજીકલ સિન્ડ્રોમ વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું છે. હાલમાં, ડોકટરો પણ આ રોગનું કારણ જાણી શકતા નથી. રિપોર્ટ અનુસાર, મૃત્યું પામેલ છ લોકોની ઉંમર 18 થી 85 ની વચ્ચે હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડિતોએ માનસિક થાક લાગવાની ફરિયાદ કરી છે. આ બીમારીમાં લોકોમાં ચિંતા, ચક્કર આવવા, આભાસ, પીડા, ભૂલવાની બિમારી વધી રહી છે. સ્થાનિક સત્તામંડળે તપાસના આદેશ આપ્યા છે. આ બિમારીથી પ્રભાવિત એક યુવતીએ કહ્યું છે કે તેને ફરી એક જ ટીવી શો જોવો પડે છે કારણ કે તે નવી માહિતી નથી રાખી શકતી. તેણે પોતાની માંસપેશિયો ઉપર પણ નિયંત્રણ ગુમાવ્યું છે.

કેનેડાની સરકાર હાલ શું કરી રહી છે ?
કેનેડાની પબ્લિક હેલ્થ એજન્સીએ ગયા વર્ષના અંતમાં આ વિસ્તારમાં અસામાન્ય ન્યુરોલોજીકલ કેસોની મોટી બેચ વિશે ચેતવણી આપી હતી. એજન્સીએ શબપરીક્ષણની તપાસ કરીને પ્રાથમિક માહિતી એકઠી કરી છે. PHAC એ કહ્યું છે કે ન્યૂ બ્રુન્સવિક પ્રાંત હવે ખુદ તપાસનું નેતૃત્વ કરી રહ્યું છે. સંઘીય એજન્સીની ભૂમિકા આમાં મદદરૂપ થશે. જ્યારે, રોગી સુરક્ષા સંગઠન ‘બ્લડ વોચ’ એ ચિંતા વધારી છે. તેમણે કહ્યું કે હજુ સુધી ખબર નથી કે કેટલા લોકો આ રહસ્યમય બિમારીથી પીડિત છે અને કેટલા લોકો મૃત્યુ પામશે. સંસ્થાએ આગ્રહ કર્યો છે કે PHAC એ તપાસનું નેતૃત્વ કરવું જોઈએ. સંઘીય એજન્સીઓએ આ બિમારીનું મૂળ કારણ શોધવું જોઈએ. તેમજ તમામ વૈજ્ઞાનિક તપાસ અને સંશોધન કોઈપણ રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવા જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)