Home News દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકીની ધરપકડ, AK-47 સહિત હથિયારો જપ્ત કરાયા

દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકીની ધરપકડ, AK-47 સહિત હથિયારો જપ્ત કરાયા

Face Of Nation, 12-10-2021: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. પોલીસની સ્પેશિયલ સેલ ટીમે દિલ્હીમાંથી પાકિસ્તાનના આતંકીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલી આતંકી પાકિસ્તાની મૂળનો છે. આ આંતકીને ISIએ દિલ્હી સહિત ભારતમાં હુમલા કરવા માટે તાલિમ આપી હતી. પોલીસને તેના કબજામાંથી AK-47, હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. હાલ પોલીસ ધરપકડ કરવામાં આવેલા આતંકીની પૂછપરછ કરી રહી છે. થોડા દિવસ પહેલા જ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું હતું કે આઈએસઆઈ દિલ્હીમાં બ્લાસ્ટ કરી શકે છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીની ઓળખ મહોમ્મદ અસરફ તરીકે કરવામાં આવી છે. અસરફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વતની છે.

આ આતંકવાદીને ગઈકાલે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગરના રમેશ પાર્કમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આતંકવાદી બોગસ ઓળખ ઊભી કરીને દિલ્હીમાં અલી અહમદ નૂરી નામ ધારણ કરીને રહેતો હતો. બોગસ દસ્તાવેજોના આધારે તેણે શાસ્ત્રી પાર્કના એક સરનામા પર ભારતીય ઓળખપત્ર બનાવ્યું હતું, જેમાં તેનું નામ અલી અહમદ નૂરી છે.

આતંકીની પૂછપરછ બાદ તેણે બતાવેલી જગ્યા એટલે કે કાલિંદી કુંજના યમુના ઘાટ પરથી એક AK-47, 60 કારતૂસ, એક હેન્ડ ગ્રેનેડ, 2 પિસ્ટલ અને તેના 50 કારતૂસ મળી આવ્યા છે. તુર્કમાન ગેટ ખાતેથી તેનો એક બોગસ પાસપોર્ટ પણ મળી આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલો આતંકી દિલ્હીમાં તહેવારોની સિઝનમાં મોટો બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતો. હાલ પોલીસ સંદિગ્ધ આતંકીની પૂછપરછ કરી રહી છે.

દિલ્હી પોલીસના સ્પશિયલ સેલના સૂત્રોના કહેવા પ્રમાણે આતંકી દિલ્હી-6ના વિસ્તારોમાં પણ રહી ચૂક્યો છે. સ્પેશિયલ સેલના અધિકારી આતંકી પાસેથી દિલ્હી-6ના વિસ્તારની તમામ માહિતી એકઠી કરી રહ્યા છે. જેનાથી તે કેટલી વખત એ બાજુ ગયો, ત્યાં તે કોના સંપર્કમાં હતો વગેરે માહિતી મેળવી શકાય.

ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીની ઓળખ મહોમ્મદ અસરફ તરીકે કરવામાં આવી છે. અસરફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વતની છે. પોલીસે તેની વિરુદ્ધ અનલોફૂલ એક્ટિવિટીઝ એક્ટ, એક્સપ્લોઝીવ એક્ટ, આર્મ્સ એક્ટ સહિતની કલમો લગાડીને વધારે કાર્યવાહી કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)