Home Uncategorized સી.આર. પાટીલના એક નિવેદનથી ધારાસભ્યમાં ખળભળાટ, શું વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે 100...

સી.આર. પાટીલના એક નિવેદનથી ધારાસભ્યમાં ખળભળાટ, શું વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉતારશે 100 નવા ચહેરા

Face Of Nation, 12-10-2021: સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આજે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગરના મોતીપુરા ખાતેથી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ બાઈક રેલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રેલીના રૂટ પર આવતી મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા,સરદાર પટેલની પ્રતિમા અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા પરંતુ રેલીનું પ્રસ્થાન જ્યાંથી થયું ત્યાં મહાત્મા ગાંધીની પણ પ્રતિમા હતી.

2022 ની ચૂંટણી પહેલાં સીઆર પાટીલે ટિકિટને લઇને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ આપતાં પહેલાં 5-6 સર્વે થાય છે અને ટિકિટ ઉપરના લેવલે નક્કી થાય છે. ધારાસભ્યોનું કામ જોવામાં આવશે તેઓએ લોકો સુધી પહોંચીને કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે. ​

આડકતરી રીતે ભાજપના હોદ્દેદારોને ધમકી આપી કે કોઈનું પદ કાયમી નથી એટલે જે કાર્યકર્તાઓ મહેનત કરશે એને લોટરી લાગી શકે છે. તો બીજી તરફ સહકારી ક્ષેત્રે હોદ્દા ધરાવતા સહકારી નેતાઓને પણ સૂચન કર્યું કે સહકાર વિભાગમાં ભાજપના કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા નહીં આપે તો સહકારમાં મેન્ડેડ આપવામાં નહીં આવે અને પછી ધરાસભ્યને સંબોધતા કહ્યું કે આમાંથી કોઈએ બંધ બેસતી પાગડી પહેરવી નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)