Home News પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ભડકો, રિક્ષાચાલકો લાલઘૂમ

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ભડકો, રિક્ષાચાલકો લાલઘૂમ

Face Of Nation, 12-10-2021:  અમદાવાદમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ બાદ હવે CNG ના ભાવમાં પણ ભડકો થયો છે. CNG ગેસના ભાવમાં છેલ્લાં 10 દિવસમાં 5 રૂપિયા 19 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં CNG ગેસનો ભાવ પ્રતિ કિલો 61 રૂપિયા 49 પૈસાએ પહોંચ્યો છે. CNG ના ભાવ વધારાની સૌથી વધુ અસર રિક્ષાચાલકો પર પડી છે. CNG ગેસનો ભાવ વધારો પરત ખેંચવા રિક્ષાચાલકો માંગ કરી રહ્યાં છે. જો ભાવ વધારો પાછો નહીં લેવાય તો રિક્ષાચાલકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં આજ રોજ અદાણી ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામે 1.63 રૂપિયાનો વધારો કરાયો છે. જેથી હવે નવો ભાવ 61.49 રૂપિયા પ્રતિ એક કિલોગ્રામ થયો છે. મહત્વનું છે કે, પેટ્રોલ-ડીઝલ બાદ CNG ના ભડકે બળતા ભાવથી રીક્ષાચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

અમદાવાદ રિક્ષા યૂનિયન દ્વારા જો હવે ભાવ વધારો પરત ખેચવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદ રિક્ષા યૂનિયનના પ્રમુખ વિજયભાઈએ જણાવ્યું કે, ‘CNG માં ખૂબ જ અસહ્ય ભાવ વધારો થયો છે. જો કે, અમે વખતો વખત સરકારને જાણ કરીએ છીએ કે જે ભાવ વધારો થઈ રહ્યો છે તે ખોટું છે. સરકારે આ કંપનીઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. 6-12 મહિને ભાવ વધે તો યોગ્ય છે. રિક્ષાનું ભાડું પણ એક વર્ષે વધતું હોય છે તો છેલ્લાં ત્રણ વર્ષથી રીક્ષા ભાડું પણ વધારવામાં નથી આવ્યું જેથી સૌથી વધુ તકલીફ અમને થઇ રહી છે.’

અમદાવાદ : 61.49 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
સુરેન્દ્રનગર : 60.49 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
ખેડા : 60.49 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
વડોદરા : 59.95 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
નવસારી : 60.49 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
પોરબંદર : 67.06 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)