Home News હવાઇ મુસાફરો માટે સારા સમાચાર!100 ટકા કેપેસિટી સાથે ઊડાન ભરશે તમામ ફ્લાઈટ

હવાઇ મુસાફરો માટે સારા સમાચાર!100 ટકા કેપેસિટી સાથે ઊડાન ભરશે તમામ ફ્લાઈટ

Face Of Nation, 12-10-2021: કેન્દ્ર સરકારે ઘરેલું હવાઇ યાત્રીઓને તહેવારોની સિઝન દરમિયાન સારા સમાચાર આપ્યા છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ કોરોના વાયરસ મહામારી પછી ડોમેસ્ટિક ઉડાનો પર લગાવેલા પ્રતિબંધમાં રાહત આપી છે. મંત્રાલયના આદેશ પ્રમાણે હવે 18 ઓક્ટોબર 2021થી ઘરેલૂં વ્યાવસાયિક ઉડાનોમાં યાત્રીઓની ક્ષમતાને લઇને લગાવેલા પ્રતિબંધો હટાવી લેવામાં આવશે. આસાન શબ્દોમાં સમજવામાં આવે તો હવે ઘરેલું કમર્શિયલ ફ્લાઇટ્સ પોતાની પૂરી ક્ષમતા સાથે ઉડાન ભરી શકશે.

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2021માં ઘરેલું ઉડાનોની યાત્રી ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરી દીધી હતી. હવે આગામી સપ્તાહે પૂરી ક્ષમતા સાથે દેશમાં ઉડાનોનું સંચાલન કરવામાં આવશે. પૂરી ક્ષમતા સાથે ઉડાનોનું સંચાલનની મંજૂરી આપવાની સાથે જ મંત્રાલયે એયરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટર્સને કહ્યું કે કોવિડ-19ના ફેલાય તે માટે બધા ઉપાય સુનિશ્ચિત કરવામાં આવે. સાથે યાત્રા દરમિયાન કોવિડ અનુકુળ વ્યવહારનું કડકાઇથી પાલન કરાવવામાં આવે.

સપ્ટેમ્બર 2021ના શરૂઆતના છ દિવસમાં રોજના 2 લાખ લોકોએ હવાઇ યાત્રા કરી છે. આટલું જ નહીં ઓગસ્ટ 2021માં પણ આ પ્રકારના આંકડા જોવા મળ્યા હતા. ઓગસ્ટમાં દેશમાં 57,498 ફ્લાઇટ્સમાં 65,26,753 લોકોએ હવાઇ યાત્રા કરી હતી. જે જુલાઇ 2021થી 33 ટકા વધારે છે. કોવિડ-19ના કેસમાં ઘટાડો નોંધાતા કેન્દ્રએ ઓગસ્ટમાં હવાઇ યાત્રાના નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2021માં એરલાઇન્સને મોટી રાહત આપતા મહિનામાં 15 દિવસનું ભાડુ પોતાના પ્રમાણે નક્કી કરવાની છૂટ આપી દીધી હતી. બાકીના 15 દિવસનું ભાડુ તેમને સરકારની પ્રાઇસ બેન્ડ પ્રમાણે જ લેવું પડશે. ભાડાના પ્રાઇસ બેન્ડ અંતર્ગત સરકાર અત્યાર સુધી સૌથી ઓછા અને સૌથી વધારે ભાડાની લિમિટ નક્કી કરી રહી હતી. જોકે હવે તેમાં છૂટ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારીના કારણે એવિએશન સેન્ટર પર સૌથી ખરાબ અસર પડી છે. 2020 દરમિયાન વિમાન સેવાઓનું સંચાલન પૂરી રીતે રોકી દેવામાં આવ્યું હતું. ઘણા મહિના સુધી સેવા બંધ રહ્યા પછી ઘરેલું ઉડાન સેવા શરૂ તો થઇ પણ યાત્રીની સંખ્યાને 50 ટકા કરી દેવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)