Face Of Nation, 13-10-2021: દેશમાં કોલસા સંકટ અને વીજળી કાપની વચ્ચે રાજકારણ પણ ગરમાયું છે. રાજ્ય સરકારો સંકટને લઈને જ્યાં કેન્દ્ર સરકારને જવાબદાર ઠરાવી રહ્યા છે ત્યાં કેન્દ્રનું માનવું છે કે આ સંકટ રાજ્યોના કારણે ઉભો થયો છે. સરકાર સાથે જોડાયેલા નજીકના સૂત્રોનું માનવું છે કે જો રાજ્યોમાં કોલ ઈન્ડિયાએ ભંડારમાંથી પોતાનો કોટા હટાવવ માટે આ સંકટને ટાળી શકાય છે.
ત્યારે સરકારમાં એક મંત્રીએ કહ્યું કે ખરાબ સમય હવે ખતમ થઈ ગયો છે. તેમણે કહ્યું કે અનેક રાજ્યો વીજળીની માંગમાં વધારો કરવાની જગ્યાએ ડર ઉભો કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યુ કે અનેક રાજ્યો પર કોલ ઈન્ડિયાની નજીક 21 હજાર કરોડનો ખર્ચ છે. જેમાં મહારાષ્ટ્ર પર 2600 કરોડ, તમિલનાડુ પર 1100 કરોડ, પશ્ચિમ બંગાળ પર 2000 કરોડ , દિલ્હી પર 278 કરોડ, પંજાબ પર 1200 કરોડ, મધ્ય પ્રદેશ પર 1000 કરોડ અને કર્ણાટક પર 23 કરોડ રુપિયાનો ખર્ચ છે.
દિલ્હીના સીએમ કેજરીવાલે વીજળી સંકટને લઈને પીએમ મોદીને ગત અઠવાડિયે ચિઠ્ઠી લખી હતી. તેમણે પાવર સ્ટેશનોને કોલસો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. જેથી દિલ્હીમાં વીજળીની માંગને સુનિશ્ચત થઈ શકે. આની વચ્ચે મંગળવારે સરકારી કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC)એ એક ગ્રાફ શેર કરી દાવો કર્યો કે દિલ્હીમાં જેટલી વીજળી અપાઈ રહી છે તેમાંથી ફક્ત 70 ટકાનો જ ઉપયોગ થઈ રહ્યો છે.
આ સાથે જ વિધુત મંત્રાલયે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વીજળી સપ્લાયની સ્થિતિની પણ જાણકારી આપી છે અને જણાવ્યું છે કે 10 ઓક્ટોબર 21એ દિલ્હીની વધારે માંગ 4536 મેગાવોટ અને 96.2 એમયૂ હતી. વીજળીની અછતના કારણે કોઈ આઉટેજ નહોંતો. કેમ કે જરુરિયાતના માત્રામાં વીજળીના સપ્લાયની માંગ કરવામાં આવી હતી.
વિધુત મંત્રાલયે રાજ્યોને વીજળી સપ્લાય માટે ફાળવવામાં આવેલી વીજળીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે. આ સાથે જ સરપ્લસ પાવરના મામલામાં રાજ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે. તે સૂચિત કરે જેથી તેનો ઉપયોગ જરુરીયાતમંદ રાજ્યોને ફાળવી શકાય. વીજળી મંત્રાલયે નિવેદન જારી કરી કહ્યું હતુ કે એવું ધ્યાન પર આવ્યું છે કે કેટલાક રાજ્યો પોતાના ગ્રાહકોને વીજળી નથી આપી રહ્યા અને લોડ શેરિંગ કરી રહ્યા છે. સાથે તે પાવર એક્સચેન્જ હેઠળ ઉંચી કિંમતો પર વીજળી વેચી રહ્યા છે.
કોલસા મંત્રી પ્રહ્લાદ જોશીએ મંગળવારે કહ્યું કે દેશમાં ક્યારે પણ કોલસાની અછત નથી. તેમણે આશ્વાસન આપ્યું છે કે વીજળીમાં કાપની કોઈ સ્થિતિ નહી આવે. મંગળવારે પીએમઓએ પણ કોલસાની ઉપબ્ધતા અને વીજળીના ઉત્પાદનની સમીક્ષા કરી. મનાઈ રહ્યું છે કે આ રિવ્યૂ મીટિંહમાં કોલસા મંત્રાલયએ જાણકારી આપી છે કે બે તૃત્યાંશથી વધારે પાવર પ્લાન્ટમાં કોલસનાનો સ્ટોક એક અઠવાડિયા અથવા તેનાથી પણ ઓછા દિવસોનો હોવા છતાં વીજળી સપ્લાયને લઈને ખોટો ડર પેદા કરવામાં આવી રહ્યો છે. ત્યારે નેશનલ પાવર પોર્ટલના આંકડા મુજબ 10 ઓક્ટોબર સુધી દેશમાં 15 પ્લાન્ટ એવા હતા જ્યા એક પણ કોલસો સ્ટોક નથી. 27 પ્લાન્ટમાં 1 દિવસનો, 20માં 2 દિવસનો 21માં 3 દિવસનો, 20માં 4 દિવસનો 5માં 5 દિવસ અને 8માં 6 દિવસનો સ્ટોક છે.
કોલસા આધારિત વીજળીની વધતી માંગને પહોંચી વળવા માટે ફાળવેલ વીજળીના ઉપયોગ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા હેઠળ રાજ્યોને ગ્રાહકોને વીજળી પુરી પાડવા માટે ફાળવેલ વીજળીનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, વધારાની વીજળીના કિસ્સામાં, રાજ્યોને મંત્રાલયને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે જેથી તે અન્ય જરૂરિયાતમંદ રાજ્યોને ફાળવી શકાય. જો કોઈ રાજ્ય પાવર એક્સચેન્જ પર વીજળી વેચતું હોવાનું જણાય છે અથવા આ ફાળવેલ વીજળીનું સમયપત્રક નક્કી કરતું નથી, તો તેને ફાળવવામાં આવેલી શક્તિ અસ્થાયી ધોરણે ઘટાડી શકાય છે અથવા પાછી ખેંચી શકાય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)