Face Of Nation, 13-10-2021: કોરોના વાયરસ મહામારીની ઉત્પતિની તપાસ માટે ચીનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિર્દેશોને ફગાવતા ચામાચીડિયાની ગુફાઓ અને પ્રજનના ફાર્મોના નિરીક્ષણથી ઇન્કાર કરી દીધો છે. અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે WHO વુહાનથી લગભગ 6 કલાક દૂરી પર રહેલ ઇંશીમાં તપાસ કરવા માંગતું હતું જે કોરોના મહામારી માટે દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બનીને ઉભર્યું હતું.
ચીન સતત પોતાની સરહદોની અંદર કોવિડની ઉત્પતિને લઇને કરવામાં આવતી આંતરરાષ્ટ્રીય તપાસ પડતાલનો વિરોધ કરતું રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પહેલા જ એ વાતની જાણ થઇ ગઈ હતી જોકે ચીનમાં સદસ્યોની અવરજવર પર સખત પ્રતિબંધ હતો. આખરે પોતાની તપાસના અંતમાં ટીમે એ વાત પર ભાર આપ્યો કે તેમને તેના પર વધારે તપાસ કરવાની જરૂર છે.
ઓગસ્ટમાં અમેરિકી જાસુસી એજન્સીઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને એ વાતની જાણકારી આપી હતી કે કોરોના વાયરસ કોઇ બાયોલોજિકલ હથિયાર નથી પણ એવી ઘણી સંભાવના છે કે તે પ્રાકૃતિક સંચરણ કે પછી લેબમાં લીકના માધ્યમથી ફેલાયો હોય. જોકે ચીને એવા બધા આરોપો ફગાવ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડની ઉત્પતિ તેની ધરતી પર થઇ છે.
વુહાનની આસપાસ એનિમલ ફાર્મ પર તે સમયે ધ્યાન ગયું જ્યારે ખબર પડી કે આ ફાર્મમાંથી જાનવરો વુહાનના વેટ માર્કેટમાં વેચવામાં આવી રહ્યા છે. જ્યારે આવા જાનવરોના વેચાણ પર કાનૂની રીતે પ્રતિબંધ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વૈજ્ઞાનિક આસપાસના વન્યજીવ કૃષિ ક્ષેત્રોની પણ તપાસ કરવા માંગતા હતા, જે મહામારી પહેલા હજારો જંગલી જાનવરોના પ્રજનના માટે ઓળખાતા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જાનવર સંભવિત રૂપથી ચામાચીડિયાથી મનુષ્યોમાં વાયરસના પ્રચાર માટે વચ્ચેનો રસ્તો બની શકે છે. તેમનું માનવું છે કે ખેતરોની તપાસ મહામારીની ઉત્પતિનું નિર્ધારન કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઇ શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)