Home News ગુજરાત સરકારે આપી મોટી ભેટ, સરકારી નોકરીમાં ભરતી માટે એક વર્ષની સમયમર્યાદા...

ગુજરાત સરકારે આપી મોટી ભેટ, સરકારી નોકરીમાં ભરતી માટે એક વર્ષની સમયમર્યાદા વધારી

Face Of Nation, 13-10-2021:  ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં લેવાયા નિર્ણય મુદ્દે પત્રકારો સાથે વાત કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાના કારણે ભાગ ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. સરકારની સીધી ભરતીમાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ , ભરતી માટે તકલીફો એ ખાસ કરીને રાજ્યના યુવાનોએ વેઠી છે, સહન કરી છે. એમાંથી એમને બહાર કાઢવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઇ રહી છે, એમાં એક વર્ષની છૂટછાટ આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, એક વર્ષની ભરતીમાં, જે કોમ્પિટિવ એક્ઝામો છે, એના માટે કોરોનાને કારણે કેટલીક પરીક્ષાઓ કેન્સલ થઈ, ન લેવાણી તો કેટલાક યુવાનો એલિઝિબલ ન થતા હોય, એના કારણે એક્ઝામમાં બેસી ન શકે. એમના માટે એક વર્ષની વયમર્દામાં છૂટ આપવામાં આવી છે. 1-9-2021થી 31-8-2022 સુધી સરકારની સીધી ભરતીમાં આ નિયમ લાગુ પડશે. સ્નાતક અને સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા 35 હતી, જે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે હવે 36 વર્ષની વયમર્યાદ રહેશે. સ્નાતકથી નીચેની લાયકાત કક્ષામાં બિન અનામત પુરુષની વય મર્યાદા 33 હતી, જે વધારીને 34 વર્ષ કરવામાં આવી છે. એસ.ટી., એસસી અને ઓબીસી અને આર્થિક રીતે નબળા કેટેગરીમાં પુરુષ ઉમેદવારો, આ કક્ષામાં સ્નાતક માટેની હાલની વય મર્યાદા 40 હતી, જેમાં એક વર્ષનો વધારો કરી 41 કરાઈ છે. આ કક્ષામાં સ્નાતકથી નીચેની કેટેગરી માટે વય મર્યાદા 38 હતી, જેમાં વધારો કરીને 39 કરવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે, મહિલા અનામત કેટેગરીમાં મહિલાઓને 5 વર્ષની છૂટછાટ જે મળતી હોય છે , એ પછી સરકારીji ભરતીમાં 45 વર્ષની વય મર્યાદા હોય છે, તેને યથાવત રાખવામાં આવી છે. તેમને કોઈ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. મહિલા અનામતમાં સ્નાતકથી નીચેની કેટેગરીમાં હાલ 38 વર્ષની વય મર્યાદા છે, જેમાં એક વર્ષનો વધારો કરીને 39 કરવામાં આવી છે. જ્યારે સ્નાતક કક્ષામાં એક વર્ષનો વધારો કરીને 41 કરવામાં આવી છે. તો એસસી, એસટી, ઓબીસી અને ઇબીસી વર્ગની સ્નાતકથી નીચેની મહિલા કક્ષામાં વય મર્યાદા 43થી વધારીને 44 કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)