Home Uncategorized ફારુક અબ્દુલાનું નિવેદન,જમ્મુ કાશ્મીર ભારતનો હિસ્સો છે અને રહેશે

ફારુક અબ્દુલાનું નિવેદન,જમ્મુ કાશ્મીર ભારતનો હિસ્સો છે અને રહેશે

Face Of Nation, 13-10-2021:  એક ગુરુદ્વારામાં આયોજિત શોકસભાને સંબોધિત કરતા ફારુક અબ્દુલાએ કહ્યું કે કાશ્મીરના લોકોએ સાહસી બનવું પડશે અને સાથે મળીને હત્યારાની સામે લડવું પડશે.

શ્રીનગરના લોકસભાના સાંસદ ફારુક અબ્દુલાએ કહ્યું કે આપણે આ જાનવરો ની સામે લડવું પડશે. કાશ્મીર ક્યારેય પણ પાકિસ્તાન નહીં બને, યાદ રાખજો. અમે ભારતનો હિસ્સો છીએ અને રહીશું પછી ભલેને ગમે તે થઈ જાય. તેઓ મને ગોળી પણ મારી દે તો પણ તેને બદલી નહીં શકે.

આતંકીની ગોળીનો શિકાર બનેલા કૌરની શોકસભામાં બોલતા અબ્દુલાએ ક હ્યું કે 1990 માં જ્યારે લોકો ડરને કારણે ઘાટી છોડીને જવા લાગ્યા હતા ત્યારે એકમાત્ર શીખ સમુદાય અહીં ટકી રહ્યો હતો. આપણે આપણુ મનોબળ ઊચુ રાખવું પડશે અને સાહસી બનવું પડશે.

ફારુક અબ્દુલાનું કાશ્મીર અંગેનું આ નિવેદન ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ પહેલી વાર ખુલીને કાશ્મીર પર સકારાત્મક વિચાર વ્યક્ત કર્યો છે. ‎અબ્દુલ્લાએ ગુરુદ્વારાની બહાર થયેલી વાતચીતમાં કહ્યું હતું ‎‎કે,’મુસ્લિમો, શીખો, હિન્દુઓ અને ખ્રિસ્તીઓએ તેમની સામે સાથે મળીને લડવું પડશે’‎‎ તેઓ ક્યારેય સફળ નહીં થાય અને તેમના કાવતરાનિષ્ફળ જશે. ‎ પરંતુ આપણે બધાએ – મુસ્લિમો, શીખો, હિન્દુઓ અને ખ્રિસ્તીઓએ સાથે મળીને તેમની સામે લડવું પડશે.‎

‎‎ફારૂક અબ્દુલ્લા કહ્યું કે ભારતમાં નફરતનું તોફાન છે અને મુસ્લિમ, હિન્દુ અને શીખ સમુદાયોનું વિભાજન થઈ રહ્યું છે. ‎‎નેશનલ કોન્ફરન્સના પ્રમુખે કહ્યું હતું કે, “વિભાજનની આ રાજનીતિ બંધ કરવી પડશે, નહીં તો ભારત ટકી શકશે નહીં. જો આપણે ભારતને બચાવવું પડશે તો આપણે બધાએ સાથે રહેવું પડશે અને તો જ આપણે આગળ વધી શકીશું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)