Home Uncategorized અમિત શાહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે ભારત

અમિત શાહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું- ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે ભારત

Face Of Nation, 14-10-2021: જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાની ઘટના પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપી છે. અમિત શાહે કહ્યું કે જો પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓનો આ જ રીતે વધારો કર્યો અને નાગરિકોની હત્યાને પ્રાયોજિત કરી તો અન્ય એક સર્જિકલ સ્ટ્રાઇકનો સામનો કરવો પડશે.

અમિત શાહે કહ્યું કે 2016માં ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને એ સાબિત કરી દીધું કે અમે હુમલાને સહન કરતા નથી. જો તમે ઉલ્લંઘન કરશો તો બીજી પણ સર્જિકલ સ્ટ્રાઇક થશે. અમિત શાહે કહ્યું કે પીએમ મોદી અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પરિકરની દેખરેખમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇક એક મહત્વપૂર્ણ કદમ હતું. અમે એ મેસેજ આપ્યો કે કોઇપણ ભારતીય સરહદો પર ખોટી હરકત કરી શકે નહીં. એક સમય હતો વાતચીત કરવાનો પણ હવે સમય છે પ્રતિક્રિયાનો.

https://twitter.com/ANI/status/1448571885768245250?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1448571885768245250%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujarati.news18.com%2Fnews%2Fnational-international%2Fhome-minister-amit-shah-warned-pakistan-of-more-surgical-strikes-ag-1141921.html

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ અને શીખોને ટાર્ગેટ કરીને તેમની હત્યા કરી દેવામાં આવી છે. આતંકીઓ દ્વારા સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા પછી સેનાએ પોતાનું અભિયાન ઝડપી કરી દીધું છે. નાગરિકો પર હુમલા સિવાય આતંકીઓએ સેના ઉપર પણ હુમલો કર્યો હતો. ઘાટીમાં આ પ્રકારની ઘટના પછી લોકો આતંકવાદીઓ પર આકરો પ્રહાર કરવાની માંગણી કરી રહ્યા છે. ઘાટીમાં દેશની સેનાએ આતંકવાદીઓને જોરદાર ચોટ આપી છે. સેના આંતકીઓને વીણી વીણીને સાફ કરવાનું અભિયાન ચલાવી રહી છે.