Home Uncategorized તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં અચાનક વઘારો જોવા મળ્યો

તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં અચાનક વઘારો જોવા મળ્યો

Face Of Nation, 15-10-2021:  લોકડાઉનમાંથી મળેલી રાહત, કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં ધરાર બેદરકારીને પગલે ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. તહેવારોની ઉજવણીમાં લોકો બેદરકાર બન્યા હોય તેની અસર હવે જોવા મળી રહી છે. ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં  ગુજરાતમાં કોરોનાના ૩૪ નવા કેસ નોંધાયા છે. જે ૨૩ જુલાઇ એટલે કે ૮૩ દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલા કોરોનાના સૌથી વધુ કેસ છે.

છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાંથી ૫-ગ્રામ્યમાંથી ૪ સાથે ૯, અમદાવાદ-વલસાડમાંથી ૭, વડોદરામાંથી ૩, જુનાગઢ-કચ્છ-નર્મદામાંથી ૨ જ્યારે મહેસાણા-નવસારીમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૬,૨૪૪ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૬ છે. સળંગ પાંચમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી ૮,૧૫,૯૪૩ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને રિક્વરી રેટ ૯૮.૭૫% છે.

૧૦ ઓગસ્ટ એટલે કે ૬૫ દિવસ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ફરી ૨૦૦ને પાર થયો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)