Home Sports ધોનીની ટીમે કર્યો કમાલ, ચેન્નઈએ ચોથી વખત જીતી આઈપીએલની ટ્રોફી

ધોનીની ટીમે કર્યો કમાલ, ચેન્નઈએ ચોથી વખત જીતી આઈપીએલની ટ્રોફી

Face Of Nation, 16-10-2021: IPL 2021માં ચેન્નઇ સુપરકિંગ્સે શાનદાર પ્રદર્શન કરતા કોલકાતાને 27 રનથી હરાવીને ચોથીવાર IPLનું ટાઇટલ જીતી લીધું છે. આ સિઝનમાં ઋતુરાજ ગાયકવાડે ઓરેન્જ કેપ મેળવી હતી અને શાર્દુલ ઠાકુર ચેન્નઈનો સૌથી સફળ બોલર બન્યો હતો. ચેન્નઈએ આપેલ 193 રનના લક્ષ્યાંક સામે કોલકાતાએ સારી શરૂઆત કરી હતી. ઓપનર શુભમન ગિલ (51 રન) અને વેંકટેશ અય્યર (50 રન) વચ્ચે પહેલી વિકેટ માટે 91 રનની ભાગીદારી નોંધાવી હતી.

ત્યારબાદ કોલકાતાના ખેલાડીઓ પત્તા ધરાશાયી થાય તેમ એક પછી એક આઉટ થઇ ગયા. એક સમયે કોલકાતાની 93માં 2 વિકેટ હતી અને ત્યારબાદ 125 રનમાં 8 વિકેટ પડી ગઇ હતી. આમ કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટે 165 રન જ કરી શક્યું હતું. IPLમાં અત્યાર સુધી મુંબઈ સૌથી વધુ પાંચવાર ચેમ્પિયન બન્યું છે. ત્યારબાદ સૌથી સફળ ટીમ ચેન્નઇ છે જેણે ચારવાર IPLનું ટાઇટલ જીત્યું છે. ત્રીજીવાર ચેમ્પિયન બનવાનું કોલકાતાનું સપનું તૂટ્યું હતું.

આ પહેલા કોલકાતાએ ટોસ જીતી ચેન્નઇને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ચેન્નઇએ સારૂ શરૂઆત કરતા ઋતુરાજ (32 રન) અને ડુ પ્લેસિસ (86 રન) વચ્ચે 49 બોલમાં 61 રનની ભાગીદારી નોંધાઇ હતી. તો ત્યારબાદ ડુ પ્લેસિસે મોઇન અલી સાથે પણ આક્રમક રમત દાખવી હતી અને બંનેએ 39 બોલમાં 68 રનની ભાગીદારી નોંધાવી હતી (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)