Home Uncategorized પુલવામામાં સુરક્ષાબળોનું મોટું ઓપરેશન, લશ્કરનો ખૂંખાર કમાન્ડર ઉમર મુસ્તાક ઠાર

પુલવામામાં સુરક્ષાબળોનું મોટું ઓપરેશન, લશ્કરનો ખૂંખાર કમાન્ડર ઉમર મુસ્તાક ઠાર

Face Of Nation, 16-10-2021: જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓના વિરૂદ્ધ જોરદાર અભિયાન છેડાયેલું છે. ગત થોડા દિવસોમાં 9 ઓપરેશન કરીને 13 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે. તેમાંથી 3 આતંકવાદી ગત 24 કલાકમાં મોતને ભેટ્યા છે.

સુરક્ષાબળોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડેને પુલવામા જિલ્લાના પંપોર વિસ્તારમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. આ એન્કાઉન્ટરમાં ખાંડે સહિત બે આતંકવાદીઓના ઠાર માર્યા હતા. આઇજી વિજય કુમારે જણાવ્યું હતું કે ઉમર મુશ્તાક ખાંડે આ વર્ષની શરૂઆતમાં શ્રીનગર જિલ્લાના બઘાટમાં બે પોલીસકર્મીની હત્યાની ઘટનામાં સામેલ હતા. તે આ પહેલાં પણ ઘાટીમાં ઘણા હુમલાને અંજામ આપી ચૂક્યો હતો.

ટોપ ટેન આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો
જમ્મૂ કાશ્મીર પોલીસે આ વર્ષે ઓગસ્ટમાં ટોપ ટેન આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી. જેમાં ખાંડેનું પણ નામ હતું. ત્યારબાદ ઉમર મુશ્તાક ખાંડે સુરક્ષાબળોના નિશાન પર આવી ગયો હતો. પ્રદેશમાં અચાનક ટાર્ગેત કિલિંગની ઘટનાઓ શરૂ થતાં સુરક્ષબળોએ આતંકવાદીઓ વિરૂદ્ધ અભિયાનમાં તેજી લાવી દીધી. ત્યારબાદ શનિવારે ખાંડે સહિત બે આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)