Face Of Nation, 17-10-2021: આજથી ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. ટુર્નામેન્ટમાં સુપર 12ની અન્ય ચાર ટીમોનો ફેંસલો કરવા માટે આજે ક્વોલિફાયર રાઉન્ડની શરૂઆત થશે. આ રાઉન્ડમાં આજે પ્રથમ મુકાબલો ઓમાન અને પાપુઆ ન્યુ ગિની વચ્ચે બપોરે 3.30 કલાકથી ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડમાં રમાશે. જે બાદ સાંજે 7.30 કલાકે બાંગ્લાદેશ અને સ્કોટલેંડ વચ્ચે મુકાબલો રમાશે.
સુપર-12માં આઈસીસી ટી-20 રેંકિંગના આધારે ટીમ ઈન્ડિયા સહિત આઠ ટીમો પહેલા જ ક્વોલિફાય કરી ચુકી છે. જ્યારે અન્ય ચાર ટીમનો ફેંસલો આઠ ટીમો વચ્ચે રમાનારી મેચો બાદ થશે. આ આઠ ટીમને ગ્રુપ એ અને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. આજે ગ્રુપ એની બંને મેચો રમાશે. કાલે ગ્રુપ બીમાં આયરલેંડનો મુકાબલો નેધરલેંડ અને શ્રીલંકાનો મુકાબોલ નામિબીયા સામે થશે. આ બંને ગ્રુપની ટોપ બે ટીમ સુપર-12 માટે ક્વોલિફાય થશે.
From popular landmarks to famous cricket grounds to backyards 🗺️
Take a look back at a hugely successful ICC Men’s #T20WorldCup 2021 #TrophyTour driven by @Nissan.
— ICC (@ICC) October 17, 2021
ટી20 વર્લ્ડકપની મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ 1 પર હિન્દીમાં અને સ્ટાર સ્પોર્ટ્સ 2 પર ઈંગ્લિશમાં થશે. આ ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ 2 પર અને સ્ટાર સ્પોર્ટ્સ એચડી પર પણ થશે. ડિઝની હોટસ્ટાર પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ નીહળી શકાશે,
ભારતમાં ક્રિકેટની દિવાનગીને ધ્યાનમાં રાખીને દૂરદર્શન અને આકાશવાણીથી લાઇવ મેચ, રેડિયો કોમેંટ્રી પ્રસારિ થશે. ડીડી ફ્રી ડિશ પરથી ભારતની તમામ મેચ, સેમિ ફાઈનલ અને ફાઈનલનું પ્રસારણ થશે.
ભારતની મેચ:
24 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
31 ઓગ્ટોબર: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
3 નવેમ્બર: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન
5 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર બી-1
8 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર એ-2 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)