Home News તહેવારો પહેલાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે ફરી થયો વઘારો.. જાણો નવો ભાવ...

તહેવારો પહેલાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે ફરી થયો વઘારો.. જાણો નવો ભાવ અહીં ક્લિક કરી

Face Of Nation, 17-10-2021: આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલના ભાવમાં દિલ્હીમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં પણ 35 પૈસાનો વધારો કર્યો છે. ઓક્ટોબર મહિનામાં જ પેટ્રોલ 4 રૂપિયા મોંઘુ થઈ ગયું છે, જ્યારે ડીઝલની કિંમતમાં પણ 4.50થી વધુ રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.57 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ 111.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 102.52 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો છે.

દેશના 29 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયું છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, પુડુચેરી, તેલંગાણા, પંજાબ, સિક્કિમ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, ઝારખંડ , ગોવા, આસામ, ગુજરાત, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, મેઘાલય અને રાજસ્થાનમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)