Home Uncategorized ઉત્તરાખંડમાં મેઘતાંડવ, ગુજરાત સહિત દેશભરના હજારો યાત્રિકો ફસાયા

ઉત્તરાખંડમાં મેઘતાંડવ, ગુજરાત સહિત દેશભરના હજારો યાત્રિકો ફસાયા

Face Of Nation, 19-10-2021:  ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે ઉત્તરાખંડમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને પણ અટકાવી દેવામાં આવી છે.

ઉત્તરાખંડના કેદારનાથમાં ફરવા ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદને કારણે ત્યાં ફસાયા છે. ચાર ધામની યાત્રાએ ગયેલા લોકો ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્યાં ફસાયા છે. રાજકોટના આશરે 30 યાત્રાળુઓ ફસાયા હોવાની વાત સામે આવી છે. આ લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, અમારે મદદની જરૂર છે.

મોટી સંખ્યામાં ગુજરાતી યાત્રીઓ ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાયા છે. મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટુંકાવાનો વારો આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે ત્રણ હજારથી વધુ વાહનો અટવાયા છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા રસ્તામાં ફસાઈ ગયું છે.

ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈના જણાવ્યા અનુસાર તેઓ હાલ ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છે. તો અમદાવાદના નવા વાડજમાં રહેતા એક દંપતિ પણ ભારે વરસાદથી બે દિવસથી કેદારનાથમાં ફસાયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)