Face Of Nation, 19-10-2021: ભાવનગર જિલ્લા માટે અતિ મહત્વપૂર્ણ ગણાતી ઘોઘા હજીરા રો રો ફેરી સર્વિસનો આજથી પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. ફેરી સર્વિસ પુનઃ ચાલુ થતાં દિવાળીના તહેવારો અને વેકેશનના સમયગાળા દરમ્યાન લોકો મુસાફરીનો આનંદ માણી શકશે તેમજ વાહન પરિવહન માટે પણ અનુકૂળ સાબિત થશે.
ભાવનગરના ઘોઘથી સુરતના હજીરા જળમાર્ગ પર ચાલનારી ઘોઘા હજીરા રોપેકશ ફેરી સર્વિસને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. ટ્વીન સિટી તરીકે જાણીતા ભાવનગર સુરતનું અંતર ફેરી સર્વિસ ના કારણે ઘટી જતા ભારે માલવાહક ટ્રકો, કાર, બાઈક અને સેંકડો લોકો મુસાફરીનો લાભ મેળવી રહ્યા હતા. પરંતુ ગત 24 જુલાઇ ના રોજ રોપેક્ષ્ ફેરી સર્વિસ પર ચાલતા વોયેજ સિમ્ફની જહાજને તેના વાર્ષિક મેઇન્ટનન્સ માટે ડ્રાય ડોક પર મોકલી દેવામાં આવતા 3 માસ કરતા વધુ સમયથી ફેરી સર્વિસ બંધ હતી. ફરી સર્વિસ બંધ થતાં જળમાર્ગ મુસાફરીના શોખીન લોકો થોડા નિરાશ થયા હતા. પરંતુ લોકો માટે આનંદની વાત છે કે રીપેક્ષ ફેરી સર્વિસ પુનઃ ચાલુ કરી દેવામાં આવી છે.
ઘોઘા હજીરા જળમાર્ગ પર ચાલનારા વૉયેજ સિમ્ફની જહાંજને 24 જુલાઈના રોજ વાર્ષિક મેઇન્ટનન્સ માટે ડ્રાય ડોક પર મોકલી દેવામાં આવ્યું હતું. જ્યાં 3 માસ કરતા વધુ સમયગાળા દરમ્યાન જહાજની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ ટ્રાયલ કરી સરકારી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આજથી ફેરી સર્વિસનો પ્રારંભ કરવામાં આવતા સુરતના હજીરાથી રોપૅક્ષ ફેરીની પ્રથમ ટ્રીપ સવારે 8 કલાકે રવાના કરાઇ હતી. જે ઘોઘા ખાતે 12:30 કલાકે પહોંચ્યા બાદ બપોરે 3 કલાકે ફરી ઘોઘા થી હજીરા જવા માટે રવાના થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)