Face Of Nation, 19-10-2021: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે આજે સત્તામાં નફરતની બોલબાલા છે તેને બદલવા માંગુ છું. તેને મહિલાઓ બદલી શકે છે. જો દેશને જાતિવાદ અને ધર્મના રાજકારણથી બહાર કાઢીને સમતાની રાજનીતિ તરફ લઈ જવો હોય તો મહિલાઓએ આગળ આવવું પડશે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજે અમારી પહેલી પ્રતિજ્ઞામાં નક્કી કરાયું છે કે યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી 40 ટકા ટિકિટ મહિલાઓને આપશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુપીના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધશે તો રાષ્ટ્રીય સ્તરે પણ વધશે. હું હાલ યુપીની ઈન્ચાર્જ છું. જે મહિલાઓ છે તે એકજૂથ થઈને એક ફોર્સ બનતી નથી. તેમને પણ જાતિઓમાં વહેંચવામાં આવી રહ્યા છે. વિચારવાનું એ છે કે મહિલાઓએ જાતિ અને પ્રદેશથી ઉપર ઉઠીને એક સાથે લડવાનું છે.
તેમણે વધુમાં કહ્યું કે જો મારું ચાલત તો મહિલાઓને 50 ટકા ટિકિટ આપત. આ એક પ્રોસેસ હોય છે અને શરૂઆત હોય છે. મને કોઈ ખોટું લાગતું નથી. અમને ઉમેદવાર મળશે અને લડશે પણ. તેઓ આ વખતે નહીં તો આગામી વખતે મજબૂત થશે.
The Congress party has decided that it will give 40% of the total election tickets to women in the state: Congress leader Priyanka Gandhi Vadra on 2022 Uttar Pradesh Assembly elections pic.twitter.com/WGPTSLbDcx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 19, 2021
અન્ય રાજ્યો અને પંજાબમાં તેને લાગૂ કરવાના સવાલ પર પ્રિયંકા ગાંધીએ વાડ્રાએ કહ્યું કે મે યુપી ઈન્ચાર્જ તરીકે નિર્ણય લીધો છે. મહિલાઓની સક્ષમતાના આધારે ટિકિટ આપવામાં આવશે. જે પણ ચૂંટણી લડવા માંગે તે મને આવીને મળે.
પોતે ચૂંટણી લડશે કે નહીં તે અંગે પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે આ નિર્ણય મે હજુ લીધો નથી. હજુ સમય છે. આ નિર્ણય મહિલાઓના સશક્તિકરણ માટે છે. તેની પાછળ કોઈ રહસ્ય નથી. સીએમ કોણ હશે? તેના પર હજુ નિર્ણય લેવાયો નથી. મારી લડત એક નવા પ્રકારની રાજનીતિ બનાવવા માટે છે. જે અવાજ ઉઠાવી શકતા નથી હું તેમના માટે લડી રહી છું. આ અવસરે કોંગ્રેસે નવો નારો પણ આપ્યો. ‘લડકી હું લડ સકતી હું’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)