Face Of Nation, 19-10-2021: ટી20 વર્લ્ડકપમાં ભારત તેના અભિયાનની શરૂઆત કટ્ટર હરિફ પાકિસ્તાન સામે મેચ રમીને કરશે. 24 ઓક્ટોબરે રમાનારા મુકાબલાની અત્યારથી ક્રિકેટપ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ મેદાન પર ટકરાય ત્યારે હંમેશા તણાવપૂર્ણ માહોલ હોય છે. આ દરમિયાન કાશ્મીરમાં થઈ રહેલી આતંકી પ્રવૃત્તિના કારણે ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થવાની વાત વાયુવેગે પ્રસરી રહી છે. મોદી સરકારના દિગ્ગજ મંત્રી ગિરિરાજ સિંહ, બિહારની ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદ, અસદુદ્દીન ઓવૈસી બાદ આમ આદમી પાર્ટીએ પણ આ મેચનો વિરોધ કર્યો છે.
We see people being attacked in Kashmir. I'm sure that even PM agrees with the stand of not conducting the match (IND v PAK) as when in opposition he used to question that when state sponsored terrorism is taking place in India why should we play cricket with them?: Atishi, AAP pic.twitter.com/X04o9CB6oH
— ANI (@ANI) October 19, 2021
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશીએ કહ્યું, કાશ્મીરમાં લોકો પર હુમલા થઈ રહ્યા છે. હાલ ક્રિકેટ મેચ ન થવી જોઈએ તેવા સ્ટેંડથી બીજેપી અને પ્રધાનમંત્રી મોદી પણ સહમત હશે. તેઓ જ્યારે વિપક્ષમાં હતા ત્યારે તેમનું સ્ટેંડ પણ આવું જ હતું કે આવા માહોલમાં પાકિસ્તાન સામે મેચ ન થવી જોઈએ. જ્યાં સુધી ભારતની જમીન પર આ પ્રકારના હુમલા બંધ ન થાય ત્યાં સુધી મેચ રમવી ઠીક નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)