Home Uncategorized J & K : શોપિયામાં બે આતંકી ઠાર, સુરક્ષા દળોને મોટી સફળતા...

J & K : શોપિયામાં બે આતંકી ઠાર, સુરક્ષા દળોને મોટી સફળતા મળી

Face Of Nation, 20-10-2021:  જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બુધવારે અથડામણમાં બે આતંકીઓનો ખાતમો કર્યો. માર્યા ગયેલા બે આતંકીઓમાંથી એક પુલવામામાં યુપીના મજૂરની હત્યામાં સામેલ હતો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે સુરક્ષાદળોએ 2 અઠવાડિયામાં અત્યાર સુધીમાં 15 આતંકીઓનો ખાતમો કર્યો છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યા મુજબ આતંકીઓની હાજરીની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ શોપિયા જિલ્લાના દ્રાગડ વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરૂ કર્યું. આતંકીઓએ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરતા અથડામણ શરૂ થઈ.

અત્રે જણાવવાનું કે સુરક્ષાદળોને સ્પેશિયલ ઈનપુટ મળ્યું હતું કે શોપિયાના ડ્રાગડ ગામમાં આતંકીઓ છૂપાયેલા છે. ત્યારબાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું. અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓમાંથી એકની ઓળખ આદિલ આહ વાની તરીકે થઈ છે. આ આતંકી જુલાઈ 2020થી સક્રિય હતો. આઈજીપીના જણાવ્યાં મુજબ આતંકી યુપીના મજૂર સગીર અહેમદની હત્યામાં સામેલ હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)