Home Politics નવી પાર્ટીની જાહેરાત સાથે કેપ્ટનનો બીજેપી સાથે ગઠબંધન તરફ પણ ઈશારો

નવી પાર્ટીની જાહેરાત સાથે કેપ્ટનનો બીજેપી સાથે ગઠબંધન તરફ પણ ઈશારો

Face Of Nation, 21-10-2021: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહેં કોંગ્રેસ સાથે કડવો અધ્યાય સમાપ્ત કરી નાખ્યો છે અને તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં નવી પાર્ટી બનાવીને ઉતરવાની તૈયારીમાં છે. નવી પાર્ટીની જાહેરાત સાથે કેપ્ટને બીજેપી સાથે સંભવિત ગઠબંધન તરફ પણ ઈશારો કર્યો છે. બીજેપી પણ કેપ્ટનના માધ્યમથી રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. જોકે, કેપ્ટને કિસાન આંદોલનના સમાધાન જેવી શરત પણ મૂકી છે.

પંજાબ બીજેપીના મહાસચિવ સુભાષ શર્માનું કહેવું છે, ‘કેપ્ટને બીજેપી સાથે ચૂંટણી પૂર્વે ગઠબંધનની ઈચ્છા જાહેર કરી છે જે સ્વાગતને યોગ્ય પગલું છે. પંજાબના લોકોની ભલાઈ માટે કોઇપણ ગઠબંધન અમને સ્વીકાર્ય છે.

એક્ચ્યુલી રાજ્યમાં બીજેપી અને અકાલી દળ વચ્ચે નવા કૃષિ કાયદાઓને લઈને સંબંધ તૂટી ગયા. હવે બીજેપી લીડરશિપને આશા છે કે કેપ્ટન તેમને એક એવો ચહેરો આપી શકે છે જે કોંગ્રેસ, આપ, અકાલી દળ-બીએસપીનો વિકલ્પ બની શકે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અને અકાલી દળે સાથે મળીને 117માંથી 18 સીટ જીતી હતી. બીજેપીએ દાવો કર્યો હતો કે અકાલી દળની સરકાર વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બ્સીના કારણે આવું થયું. બીજેપીને એ ચૂંટણીમાં ત્રણ સીટો મળી હતી.

શર્માએ કહ્યું કે પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલ હોવા છતાં અમરિન્દરની લોકપ્રિયતા યથાવત છે. તેઓ કહે છે- સૌથી મોટી વાત એ છે કે રાષ્ટ્રહિતના મુદ્દા પર તેઓ સ્ટેન્ડ લે છે. બીજેપીની વિચારધારા પણ કંઈક આવી જ છે. પંજાબમાં કેપ્ટન સાહેબનું કદ બહુ મોટું છે. દરેક સમુદાય તેમનો આદર કરે છે. જો તેમની સાથે ગઠબંધન થાય તો અમે રાજ્યમાં મજબૂત શક્તિ બનીને ઉભરશું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)