Face Of Nation, 21-10-2021: ભારતીય વાયુસેનાનું એક વિમાન મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ક્રેશ થયું છે. બન્ને તાલીમાર્થી પાયલોટ સુરક્ષિત છે. ભીંડ SP મનોજ કુમાર સિંહે આ માહિતી આપી હતી. એરફોર્સનું મિરાજ એરક્રાફ્ટ ભરૂલી નજીકના બાબેડી ગામમાં પડ્યું હતું. પોલીસ ઘટના સ્થળ પર હાજર છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
આ વિમાન એક ટ્રેઈની પાયલોટ ઉડાવી રહ્યો હતો અને ભીંડથી લગભગ 6 કિમી દુર બબેડી ગામના એક ખેતરમાં પડ્યું હતું. વિમાનનો એક ભાગ જમીનમાં ધસી ગયો હતો. આ દુર્ઘટનામાં વિમાન ઉડાવનારાં ફ્લાઇટ લેફ્ટનન્ટ અભિલાષ સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાએ પણ ટ્વિટ કરીને આ દુર્ઘટના વિશે માહિતી આપી છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. વાયુસેનાએ લખ્યું, “મિરાજ 2000 વિમાને આજે સવારે સેન્ટ્રલ સેક્ટરમાં ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ટેક્નિકલ ખામી અનુભવી હતી પરંતુ પાયલોટ અકસ્માતમાં સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો.” અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, બે વર્ષ પહેલા પણ ભીંડના ગોહાડમાં વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું હતું. વર્ષ 2019 માં વાયુસેનાનું મિગ -21 ટ્રેનર વિમાન ગોહાડમાં ક્રેશ થયું હતું. તે અકસ્માતમાં પણ પાયલોટનો જીવ બચ્યો હતો. ટ્રેનર વિમાને ગ્વાલિયર એર બેઝ પરથી નિયમિત ઉડાન ભરી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)