Home News બહુચર્ચિત ‘બુરાડી કાંડ’નું અંતિમ સત્ય આવ્યું સામે, આખરે 11 લોકોએ કેમ જીવન...

બહુચર્ચિત ‘બુરાડી કાંડ’નું અંતિમ સત્ય આવ્યું સામે, આખરે 11 લોકોએ કેમ જીવન ટુંકાવ્યું?

Face Of Nation, 21-10-2021:  દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યોના મોતના મામલાનો કેસ બંધ કરી દીધો છે. પોલીસે પોતાના ક્લોઝર રિપોર્ટમાં કહ્યું કે આ મામલામાં કોઈ પ્રકારની ગરબડીની સાબિતી મળી નથી અને આ મોત કોઇ સુસાઇટ પેક્ટનું પરિણામ છે. તમને જણાવી દઈએ કે બુરાડી કાંડ દિલ્હી પોલીસ માટે પડકારજનક મામલો હતો. કારણ કે આ એવો કેસ હતો જેમાં કોઇ વાતની લોજીક સમજણ પડી રહી ન હતી. તેને કાળા જાદુથી લઈને અંધશ્રદ્ધા સુધી જોડવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસે આ ઘટનાને લઇને હત્યાનો કેસ નોંધ્યો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચની ત્રણ વર્ષ સુધી ચાલેલી લાંબી તપાસ પછી પરિણામ આવ્યું કે આ સુસાઇડ પેક્ટનો કેસ હતો. પોલીસે 11 જૂને કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દીધો હતો. પોલીસના ક્લોઝર રિપોર્ટ પર નવેમ્બરમાં સુનાવણી થશે.

દિલ્હીના બુરાડીમાં 1 જુલાઈ 2018ના રોજ એક જ પરિવારના 11 લોકોએ ફાંસી લગાવી લીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે બધાના મોત ફાંસી લગાવવાના કારણે થયા છે. રિપોર્ટ પ્રમાણે ઘરના 11 માંથી 10 સભ્યોના મોત ફાંસીના કારણે થયા હતા, જ્યારે 11મા સૌથી વરિષ્ઠ સભ્ય એવા નારાયણી દેવીનો મૃતદેહ જમીન પર પડેલો પોલીસને મળ્યો હતો. ફાંસીથી મરનાર 10 સભ્યોના શરીર પર ઈજાના કોઈ નિશાન મળી આવ્યા ન હતા. જોકે તેમાંથી અમુક લોકોની ગર્દન તૂટી ગઈ હતી. તેમની આંખો પર એક પટ્ટી હતી અને હાથ-પગ બાંધેલી હાલતમાં હતા.

બુરાડી કાંડમાં પોલીસને એક સુસાઈટ નોટ પણ મળી હતી, જેમાં ઘટનાની આખી પ્રક્રિયા લખી હતી. જેમાં પરિવારને ફાંસી લગાવવાની હતી. ડાયરીમાં છેલ્લી એન્ટ્રીમાં એક પેજ પર લખ્યું હતું કે ઘરનો રસ્તો. 9 લોકો જાળીમાં, બેબી (વિધવા બહેન) મંદિર નજીક સ્ટૂલ પર, 10 વાગ્યે જમવાનો ઓર્ડર, માતા રોટલી ખવડાવે, 1 વાગ્યે ક્રિયા, શનિવાર-રવિવારની રાત્રે થશે, મોંઢામાં ભરાયેલું હશે ભીનું કપડું અને હાથ બાંધી દેવામાં આવશે. તેમાં છેલ્લી પંક્તિ છે – ‘કપમાં પાણી તૈયાર રાખો, તેનો રંગ બદલાઈ જશે, હું દેખાઈશ અને બધાને બચાવીશ.’ તે જ સમયે, ઘણા બધા પુરાવા દર્શાવતા હતા કે આ એક આત્મહત્યા છે.

અહેવાલો અનુસાર, પરિવારના સભ્યોએ મોબાઈલ ફોન સાયલન્ટ કર્યા અને પછી એક બેગમાં ભરીને ઘરના મંદિરમાં મૂકી દીધા હતા. ડાયરીની એન્ટ્રીઓ અને તેમની ફાંસીની રીતથી પણ એવું જણાઈ રહ્યું હતું કે તેઓ કોઈ ધાર્મિક વિધિ કરી રહ્યા હતા. તે જ સમયે સીસીટીવી ફૂટેજમાં પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ ઘટનાના દિવસે આવતું અને જતું જોવા મળ્યું ન હતું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)