Home Uncategorized વડાપ્રધાન મોદીનુ સંબોધન, કહ્યું -દેશે 100 કરોડ વેક્સીનેશનનુ અસાધારણ લક્ષ્ય પુરુ કર્યુ

વડાપ્રધાન મોદીનુ સંબોધન, કહ્યું -દેશે 100 કરોડ વેક્સીનેશનનુ અસાધારણ લક્ષ્ય પુરુ કર્યુ

Face Of Nation, 22-10-2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 21 ઓક્ટોબરે ભારતે 1 અબજ, 100 કરોડ વેક્સિનના ડોઝનું મુશ્કેલ, પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું છે. આ સિદ્ધિ પાછળ 130 કરોડો દેશવાસીઓની કર્તવ્યશક્તિ લાગેલી છે, તેથી આ સફળતા ભારતની સફળતા છે, દરેક દેશવાસીની સફળતા છે. હું આ માટે તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.PM નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે ‘જયો મેં સબ્ય આહતમ… જો આપણે તેને ભારતના સંદર્ભમાં જોઈએ તો આપણા દેશે એક તરફ ફરજ બજાવી છે. તેનું પાલન કરવામાં આવ્યું તો મોટી સફળતા મળી.

ગઈકાલે જ ભારતે 100 કરોડ વેક્સિનના ડોઝનું મુશ્કેલ, પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું. 130 કરોડ દેશવાસીઓની શક્તિ આની પાછળ લાગેલી છે. આ દરેક દેશવાસીની સફળતા છે. આ માત્ર એક આંકડો નથી, એ દેશની તાકાતનું પ્રતિબિંબ છે. આ એક નવા ભારતનું ચિત્ર છે, જે અઘરું લક્ષ્ય પણ હાંસલ કરવા માગે છે.તેમણે કહ્યું હતું કે ભારતના આ પ્રયત્નની વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે, જોકે એક વાત રહી જાય છે કે વિશ્વ માટે વેક્સિન શોધવી અને વિશ્વની મદદ કરવી. એમાં અન્ય દેશો એક્સપર્ટ છે. આપણે તેમણે બનાવેલી વેક્સિનનો જ ઉપયોગ કર્યો. જ્યારે ભારતમાં સદીની સૌથી મોટી મહામારી આવી તો સવાલ એ ઊઠ્યો કે ભારત એની સામે લડી શકશે. વેક્સિનને ખરીદવાના પૈસા ક્યાંથી આવશે. શું ભારત આટલા લોકોને રસી આપી શકશે. અલગ-અલગ પ્રકારના સવાલ હતા, જોકે આજે 100 કરોડ વેક્સિનના ડોઝ બધાના જવાબ આપી રહ્યા છે.

ભારતે 100 કરોડ વેક્સિન ડોઝ લગાવ્યા છે અને એ પણ ફ્રીમાં.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતને જે ફાર્મા હબની ઓળખ મળી છે એનાથી મજબૂતી મળશે. કોરોના મહામારીની શરૂઆતમાં એવી પણ આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી ભારત જેવા દેશમાં આ મહામારી સામે લડવું મુશ્કેલ બનશે. એવું પણ કહેવામાં આવતું હતું કે આ સંયમ કેવી રીતે કામ કરશે, પરંતુ ભારતે મફત વેક્સિનેશનનું અભિયાન શરૂ કર્યું. ગામ, શહેર, દૂર દેશનો એક મંત્ર રહ્યો છે કે જો વેક્સિન ભેદભાવ નથી કરતી તો વેક્સિનેશનમાં પણ ભેદભાવ ન કરી શકાય. ભલે એ કેટલોય મોટો હોય, કેટલોય ધનવાન હોય, તેને સામાન્ય નાગરિકોની જેમ જ વેક્સિન મળશે.વડાપ્રધાને કહ્યું હતું કે ભારતમાં બનેલા કોવિદ પ્લેટફોર્મે સામાન્ય માણસોને સુવિધા આપી, એ ઉપરાંત મેડિકલ સ્ટાફના કામોને પણ સરળ બનાવ્યા છે.

આજે ચારેય તરફ ઉત્સાહ અને ઉમંગ છે વિશ્વાસ છે. દેશ-વિદેશની તમામ એજન્સી ભારતની અર્થ વ્યવસ્થા બાબતે ખૂબ જ સકારાત્મક છે. ભારતમાં યુવાઓ માટે રોજગારની તકો પણ વધી રહી છે. રેકોર્ડ સ્ટાર્ટઅપ યુનિકોર્ન બની રહ્યા છે. હાઉસિંગ ક્ષેત્રે પણ નવી ઉર્જા દેખાય છે. ભૂતકાળમાં કરવામાં આવેલા સુધારા ભારતની અર્થવ્યવસ્થાને વધુ ઝડપથી વિકસાવવામાં મદદ કરશે.મોદીએ કહ્યું હતું કે આજે રેકોર્ડ સ્તરે અનાજની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોના ખાતામાં સીધા જ રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. રમત-ગમત હોય, મનોરંજન ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ સકારાત્મક પ્રવૃત્તિઓ ઝડપી થઈ રહી છે. આવનારા તહેવારોની સિઝન તેને વધુ ગતિ અને શક્તિ આપશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)