Face Of Nation:સુરેન્દ્રનગર, ચોટીલા: ચોટીલા પંથકની ડુ઼ગરાળ જમીન પર હત્યારાઓ જાણે બેફામ બન્યા છે. દેવપરા ગામની સીમમાં આવેલા ખરાબાની જગ્યામાંથી 30 થી 35 વર્ષના યુવાનનું ધડ મળી આવ્યું હતુ પરંતુ મહત્વની બાબત એ હકી તે તેનું મસ્તક ગાયક હતુ. આટલી ક્રુરતા પુર્વક આ યુવાની હત્યા કોણે અને શા માટે કરી છે અને આ યુવાન કોણ છે તેની કડી મેળવવી તે પોલીસ માટે પડકાર રૂપ બની ગયુ છે. ઘટનાની જાણ થતા બામણબોર પોલીસને સાથે એલસીબી પી.આઇ. ડી.એમ.ઢોલ સહિતની પોલીસ ટીમ દોડતી થઇ ગઇ હતી. પરંતુ મરનાર યુવાનના ખીસ્સામાંથી કે આજુબાજુમાંથી તેની ઓળખ થાય તેવી કોઇ જ વસ્તુ ન મળતા પોલીસની મુંઝવણ વધી ગઇ હતી.
આથી જે લોકો ગુમ થયા છે તેમની તપાસ કરીને આ યુવાનની ઓળખ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. મૃતક મુસ્લીમ હોવાનું માનવામાં આવી રહયુ છે. લાશને હાલ રાજકોટ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. કોઇ પણ વ્યકિતને આવી વ્યકિત ગુમ થઇ હોય તે અંગે જાણ થાત તો તુરંતુ પોલીસનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યુ છે. મરનારની આજુબાજુમાં કે અન્ય કોઇ જગ્યાએથી તેની ઓળખ કે હત્યારાઓની કડી મળે તેવી વિગતો મળી નથી. પરંતુ તેણે પહેરેલા કપડામાંથી એક ડાયરી મળી હતી. જેમાં એક પન્ના ઉપર 20 તારીખ અને 1 પાટી જેવુ વિચીત્ર લખાણ લખેલુ છે. આ લખાણ પાછળનું કારણ પોલીસ માટે રહસ્યમય બની ગયુ છે.