Home Uncategorized રોહિંગ્યા રેફ્યૂજી કેમ્પમાં અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના મોત

રોહિંગ્યા રેફ્યૂજી કેમ્પમાં અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના મોત

Face Of Nation, 22-10-2021: બાંગ્લાદેશના રોહિંગ્યામાં શુક્રવારે ગોળીબાર થયો. જેમાં 7 લોકોના માર્યા ગયાના સમાચાર છે. સમાચાર એજન્સી એએફપીએ બાંગ્લાદેશ પોલીસના હવાલાથી આ જાણકારી આપી છે.

માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો રોહિંગ્યા રેફ્યૂજી કેમ્પમાં સ્થિત મદરેસામાં થયો છે. આ અજ્ઞાત હુમલાખોરોએ ફાયરિંગ કરી. ફાયરિંગમાં 4 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે 3 લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા છે.

સુરક્ષાદળોના એક અધિકારીએ જણાવ્યું કે અજ્ઞાત લોકોએ સવારે લગભગ 4 વાગે ઉખિયામા કેમ્પ નંબર 18ના બ્લોક એચ 52માં મદરેસામાં હુમલો કર્યો. પહેલા આ હુમલાને બે વિરોધી રોહિંગ્યા ગ્રુપ્સનો સંઘર્ષ ગણાવવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશના કોક્સ બજારમાં દુનિયાનો સૌથી મોટો રોહિંગ્ય રેફ્યૂજી કેમ્પ છે. અહીં લગભગ 10 લાખ રોહિગ્યા રહે છે. આ રોહિગ્યા 2017માં મ્યાનમારથી ભાગીને આવ્યા હતા. 2017માં બોદ્ધ મેજોરીટી વાળા દેશ મ્યાનમારમાં ત્યાની સેનાએ રોહિંગ્યાની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એ બાદ રોહિંગ્યા મુસલમાન ત્યાંથી ભાગી ગયા હતા. જેમાં મોટાભાગના બાંગ્લાદેશમાં રેફ્યૂજી કેમ્પમાં રહી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)