Home Uncategorized મુંબઇમાં હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગ, જીવ બચાવવા એક વ્યક્તિ બિલ્ડિંગના 19 માં...

મુંબઇમાં હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગ, જીવ બચાવવા એક વ્યક્તિ બિલ્ડિંગના 19 માં માળથી કૂદી પડ્યો

Face Of Nation, 21-10-2021: મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનું કામ કરી રહી છે. આ સમગ્ર ઘટના મુંબઇના કેરી રોડ વિસ્તારના માધવ પલવ માર્ગની છે. લગભગ 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઇના કેરી રોડ વિસ્તારની અવિધ્ના પાર્ક બિલ્ડિંગના 19 માં માળે આગા લાગી છે. બિલ્ડિંગના 19 માં માળ પર લાગેલી આગથી બચવા માટે એક વ્યક્તિ બાલકનીમાં લટકતા જોવા મળ્યો હતો. આગની ભીષણતા આ વાતથી જાણી શકાય છે કે, જીવ બચાવવા માટે એક સિક્યોરિટી ગાર્ડ બિલ્ડિંગના 19 માં માળથી કૂદી પડ્યો હતો.

જો કે, બિલ્ડિંગની અંદરથી તમામ લોકો બહાર નિકળી ગયા છે. આગ પર કાબુ મેળવવાનું કામ હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)