Home News ગુજરાતમાં નવા 25  કેસ નોંધાયા, બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76...

ગુજરાતમાં નવા 25  કેસ નોંધાયા, બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે.

Face Of Nation, 21-10-2021:ગુજરાતમાં આજે કોરોનાના નવા 25  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,126 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  3,21,028 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 6, અમદાવાદ કોર્પોરેશનમાં 4, નવસારી 4, સુરત 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ભાવનગર 1 અને જૂનાગઢમાં  1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 165 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 159 નાગરિકો સ્ટેબલ છે. 8,16,126 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10087 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.   ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 6, અમદાવાદ કોર્પોરેશનમાં 4, નવસારી 4, સુરત 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ભાવનગર 1 અને જૂનાગઢમાં  1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 5 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1798 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 18407 નાગરિકોને રસીનો પ્રથમ અને 70037 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 52665 નાગરિકોને રસીનો પ્રથમ અને 178116 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,21,028 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,83,21,998 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)