Home Uncategorized હિમાચલ પ્રદેશમાં ગુમ થયેલા 17 ટ્રેકર્સમાંથી 11ના મોત

હિમાચલ પ્રદેશમાં ગુમ થયેલા 17 ટ્રેકર્સમાંથી 11ના મોત

Face Of Nation, 23-10-2021:  હિમાચલ પ્રદેશમાં ગુમ થયેલા પ્રવાસીઓ, કુલીઓ અને ગાઈડ સહિત 17 ટ્રેકર્સના ગ્રુપમાંથી 11 લોકોના મોત થયા છે.

17 ટ્રેકર્સના ગુમ થયાના સમાચાર મળ્યા બાદ વાયુ સેનાના લખમખાગા પાસ પર મોટા પાયા પર બચાવ અભિયાન શરુ કર્યુ અને અત્યાર સુધીમાં 11 લાશ મળી છે. ભારે વરસાદ અને ખરાબ મોસમની વચ્ચે આ ગ્રુપ 18 ઓક્ટોબરે ગુમ થયું હતુ. ટેકર્સના ગુમ થયાના જાણકારી બાદ ભારતીય સેનાએ 20 ઓક્ટોબરે બચાવ કાર્ય શરુ કર્યુ હતુ. જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેકર્સ 14 ઓક્ટોબરે ઉત્તરાખંડના ઉત્તરાકાશીની નજીક હર્ષિલથી હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ચિતકુલ માટે નિકળ્યા હતા. પરંતુ 17થી 19 ઓક્ટોબરની વચ્ચે લમખાગા પાસની આસપાસ ગુમ થયા હતા.

ગુમ ટ્રેકર્સને શોધવા માટે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સના 3 કર્મીઓને લગાવવામાં આવ્યા છે અને હળવા હેલિકોપ્ટર( એએલએચ)ના માધ્યમથી ઉંચા પહાડો પર રેસ્ક્યૂ ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી મળતી જાણકારી મુજબ 21 ઓક્ટોબરે એસડીઆરએફના સભ્યોએ 4 મૃતદેહો શોધ્યા છે. આ દરમિયાન 22 ઓક્ટોબરે એએલએચે એક વ્યક્તિને બચાવ્યો અને 16500 ફીટની ઉંચાઈ પર 7 મૃતદેહો મળ્યા છે. ચાર લોકો વિશે હજું પણ કોઈ જાણકારી નથી. અધિકારીઓએ લાશને સ્થાનીક પોલીસને સોંપી દીધી અને બચેલા લોકોને હરસિલમાં પ્રાથમિક ઉપચાર બાદ ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલ, ઉત્તરકાશીમાં દાખલ કરાવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)