Face Of Nation, 23-10-2021: જામનગરમાં ફટાકડાના લાયસન્સ મુદે નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે. જામનગરના મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ અને નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય લાંચ લેતા પકડાઈ જતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે. આ અધિકારી આ પહેલા પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. મળતી માહિતી મુજબ જામનગર શહેર મામલતદાર કચેરીના એક અધિકારીને લાંચ લેતા ગોકુલનગર નજીકથી ACBએ ઝડપી પાડ્યા છે. કર્મચારી ફટાકડાના લાઈસન્સ આપવાના અભિપ્રાય આપવા માટે રૂ.૫૦૦૦/- થી રૂ.૧૦૦૦૦/- લાંચ પેટે માંગણી કરે છે. લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી ફટાકડા વેચનાર વેપારીને લાઈસન્સ મેળવવા અભિપ્રાય આપવામાં આવતો નથી.
અધિકારીને ઝડપવા માટે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ડીકોયરની મદદ લેવામાં આવી હતી. આ કામના આરોપીએ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડિકોયર પાસે લાઈસન્સના અભિપ્રાય આપવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૧૦૦૦૦/- ની માંગ કરી હતી અને તેમને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય આ અગાઉ દરબારગઢ ઝોનલમાં ફરજ બજાવતા હતા. તે સમયે પણ તેઓ એસીબીના છટકામાં આવી ચુક્યા હતા, અને ફરીથી તેઓને નોકરીમાં લેવામાં આવ્યા હતા. ત્યારે તેઓ હાલ શહેર મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા હતા, અને આજે લાંચ લેતાં ઝડપાઈ જતાં જામનગરના મહેસુલી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)