Home Uncategorized 15 નવેમ્બર સુધી અહીં વધારવામાં આવ્યું લોકડાઉન, તહેવારોમાં પણ નહિ મળે કોઇ...

15 નવેમ્બર સુધી અહીં વધારવામાં આવ્યું લોકડાઉન, તહેવારોમાં પણ નહિ મળે કોઇ છૂટછાટ

Face Of Nation, 24-10-2021:  ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડા બાદ પણ ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધતાં જોવા મળી રહ્યા છે. હવે મોટા તહેવારો આવી રહ્યા છે જેને લઈને તામિલનાડુ સરકારે કોરોના સામે સુરક્ષા માટે લોકડાઉન 15 નવેંબર સુધી વધારી દીધું છે. મુખ્યમંત્રી એમ. કરુણાનિધિ સ્ટાલિનએ કોરોનાને લઈને કરેલ એક સમીક્ષા બેઠક બાદ રાજ્યમાં 1 નવેમ્બરથી 15 દિવસ માટે લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. તામિલનાડુમાં કોરોના વચ્ચે રાજ્યોમાં તહેવારો અને રાજકીય મેળાવડાઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

જણાવી દઈએ કે શનિવારે તામિલનાડુમાં 1040 નવા કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 17 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. રાજ્યમાં કોરોનાને કારણે મોતને ભેટનાર લોકોની કુલ સંખ્યા 36,004 થઇ ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)