Face Of Nation, 26-10-2021: કચ્છ સરહદે તહેનાત બીએસએફનો જવાન જાસુસી કરીને મોબાઈલ ફોનાથી પાકિસ્તાનમાં માહિતી મોકલતા ઝડપાયો છે. સીમા સુરક્ષા દળની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર જમ્મુ-કાશ્મીરના જવાન સજ્જાદ મોહંમદ ઈમ્તિયાઝને એટીએસની ટીમે ગાંધીધામ સ્થિત બટાલીયન 74/એમાંથી ઝડપી પાડયો છે. વર્ષ 2011માં પાકિસ્તાન ગયા પછી વર્ષ 2012માં સીમા સુરક્ષા દળમાં ભરતી થયેલો સજ્જાદ ડમી નામનું સીમકાર્ડ પણ વાપરતો હતો. આ સાથે પોલીસે માહિતી આપી છે કે, તે નંબર પર એક્ટિવ કરેલું વોટ્સ-એપ પાકિસ્તાનમાં વપરાતું હતું.
મૂળ જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લાના મંજાકોટ તાલુકાના સરુલા ગામના વતની સજ્જાદ મોહંમદ ઈમ્તિાયઝ હાલમાં સીમા સુરક્ષા દળની 74 બટાલીયનમાં આવેલી ગાંધીધામ સ્થિત એ કંપનીમાં ફરજ બજાવે છે. સજ્જાદ સીમા સુરક્ષા દળની અતિગુપ્ત અને સંવેદનશીલ માહિતી પોતાના મોબાઈલ મારફતે તે પાકિસ્તાન મોકલતો હતો અને તેના બદલામાં તેને રૂપિયા મળતા હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આરોપીને ભુજ ખાતે આવેલી એસઓજીની કચેરીમાં લાવવામાં આવ્યો છે.
આ શખ્સે ફોન ઉપર ઓટીપી મેળવી પાકિસ્તાનમાં આ ઓટીપી મોકલીને વોટ્સએપ ચાલુ કરાવ્યું હતું તેના ઉપર ગુપ્ત માહિતી પહોંચાડતો હતો. આ નંબર પર હાલમાં પણ વોટ્સએપ ચાલુ છે તે પાકિસ્તાનમાં કોઈ શખ્સ ઉપયોગ કરે છે અને સજાદના સંપર્કમાં છે. આ સજાદ ગુપ્ત માહિતી બદલ તેના ભાઈ વાજીદ તાથા તેની સાથે નોકરી કરતા મિત્ર ઈકબાલ રશીદના ખાતામાં પૈસા જમા કરાવી મેળવતો હતો. સજ્જાદની તપાસમાં તેની પાસેાથી બે મોબાઈલ, સીમ કાર્ડ તાથા વાધારાના બે સીમ કાર્ડ મળી આવ્યા છે.