Home Politics અભણોની ફોજથી વિકાસ ન થઈ શકે,આપણી ઓળખ કામના આધારે થવી જોઈએ :...

અભણોની ફોજથી વિકાસ ન થઈ શકે,આપણી ઓળખ કામના આધારે થવી જોઈએ : અમિત શાહ

Face Of Nation, 27-10-2021: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેશનલ કોન્ફરન્સ ઓન ડિલિવરિંગ ડેમોક્રેસીના કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરી. તેમણે પીએમ મોદીના 20 વર્ષના કાર્યો અંગે જાણકારી આપી. અમિત શાહે કહ્યું કે આપણી ઓળખ કામના આધારે થવી જોઈએ. પીએમ મોદીની નીતિઓને જનતા વધુ સારી રીતે જાણે છે.

અમિત શાહે કહ્યું કે અભણોની ફોજ લઈને કોઈ રાષ્ટ્ર વિકાસ કરી શકે નહીં. મને ટ્રોલ કરવામાં આવ્યો પરંતુ આમ છતાં બોલી રહ્યો છું. આ અભણો વિરુદ્ધ નથી પરંતુ અભણોને ભણાવવાની જવાબદારી શાસનની હોય છે. પીએમ મોદીએ એટલે બેટી બચાવો, બેટી ભણાવોની મુહિમ ચલાવી. આજે ગામડાની અંદર વિકાસ પહોંચી રહ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે બધાએ વિચારવું જોઈએ કે ઓળખ જાતિના આધારે ન થાય પરંતુ સિદ્ધિઓના આધારે ઓળખ થવી જોઈએ. 60ના દાયકા બાદ ખાસ કરીને 2014 સુધી દેશની જનતાના મનમાં સવાલ હતો કે બહુપક્ષીય સંસદીય વ્યવસ્થા સફળ થઈ શકે છે કે શું? કલ્યાણ રાજ્યની વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ હતી. પીએમ મોદીની 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતની સરકાર બની. શુદ્ધ રીતે ભાજપની સરકાર પીએમ મોદીના નેતૃત્વમાં બની. અનેક લોકો પાસે મોટી મોટી ડિગ્રીઓ હશે. પરંતુ પીએમ મોદી એમએ છે. તેમને પંચાયત ચલાવવાનો પણ અનુભવ ન હતો અને તેઓ 2001માં મુખ્યમંત્રી બન્યા.

ગૃહમંત્રીએ કહ્યું કે વિધાનસભામાં એક વિધાયકે ઊભા થઈને કહ્યું કે મોદીજી સાંજે ભોજન સમયે તો લાઈટ લાવો તો નરેન્દ્ર ભાઈએ કહ્યું કે 24 કલાક વીજળી આપીશું. હું પણ આશ્ચર્યચકિત હતો. તેમણે એક નવો રસ્તો કાઢ્યો. એગ્રીકલ્ચર ગ્રિડ અને ઘરના ગ્રિડને અલગ કર્યા અને 24 કલાક વીજળી મળવા લાગી. જેનાથી ગામડામાં મોટો ફેરફાર આવ્યો.

અમિત શાહે કહ્યું કે મનમોહન  સિંહની કેવી સરકાર હતી કે તેમની કેબિનેટમાં કોઈ તેમને પ્રધાનમંત્રી નહતા માનતા. દરેક મંત્રી કદાચ પોતાની જાતને જ પ્રધાનમંત્રી માનતા હતા. લાગતું હતું કે આપણી ડેમોક્રેટિક વ્યવસ્થા તૂટી જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)