Face Of Nation, 27-10-2021: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અત્યારે પાર્ટીનું નામ નહીં કહી શકાય કારણ કે, હાલ મને પણ નથી ખબર. વકીલો ચૂંટણી પંચ સાથે વાત કરી રહ્યા છે અને જ્યારે આયોગ સિમ્બોલ અને પાર્ટીનું નામ કન્ફર્મ કરી આપશે. ત્યાર બાદ તમારા સાથે શેર કરવામાં આવશે. મારા વકીલ આ અંગે કામ કરી રહ્યા છે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી તરીકે તેમની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા અમરિન્દર સિંહે કહ્યું કે, મુખ્યમંત્રી તરીકે હું મોટાભાગના બધા વચનો પૂરા કરી શક્યો છું. પંજાબની સુરક્ષા મારા માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે અને રાજ્યની સુરક્ષાના મુદ્દે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. પ્રેસ કોન્ફરન્સ પહેલા અમરિન્દર સિંહે ટ્વીટ કર્યું, “મારા સમર્થકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તે પણ માત્ર મારી સાથે ઊભા રહેવા માટે, જે સંપૂર્ણ મૂર્ખતા છે. લોકો મારી સાથે ઉભા છે કારણ કે, તેઓ ઇચ્છે છે અને પંજાબની શાંતિ અને વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખવા માંગે છે. તમે આટલા નિમ્ન સ્તરની રાજનીતિથી અમને હરાવી શકતા નથી અને અમે પંજાબના ભવિષ્ય માટે ચોક્કસપણે લડીશું.
કેપ્ટને કહ્યું કે, હું પાર્ટીની રચના વિશે વાત નહીં કરું, કારણ કે મારે કંઈક બીજી વાત કરવી છે. અમરિંદરે કહ્યું કે ચૂંટણી પંચ અમને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ ફાળવશે અમે દરેકને આ વિશે જણાવીશું. અમારા વકીલો આ કામમાં રોકાયેલા છે. પંજાબના હાલના ગૃહમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ પલટવાર કરતા કહ્યું કે, તેઓ સાડા 9 વર્ષથી રાજ્યના ગૃહમંત્રી હતા અને 1 મહિના સુધી ગૃહમંત્રી રહેલા લોકો કહી રહ્યા છે કે, તેઓ મારા કરતા વધારે જાણે છે. પંજાબમાં અશાંતિ કોઈ ઈચ્છતું નથી.
#WATCH | Capt Amarinder Singh speaks on Sidhu's tweet on him, "He knows nothing, talks too much, doesn't have brains. I never spoke to Amit Shah or Dhindsa over this, but I'll. I want to be strong to fight Cong,SAD,AAP. I'll talk to them,we'll put up united front to defeat these" pic.twitter.com/gCZbggRivK
— ANI (@ANI) October 27, 2021