Face Of Nation, 28-10-2021: જો તમે બાઈક ચલાવતા હોવ તો આ ખબર તમારા માટે છે. સરકારે બાઈકથી મુસાફરી કરનારા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નિયમ બાળકોને બેસાડીને ડ્રાઈવ કરવા સંલગ્ન છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એ બાળકોની સુરક્ષા માટે આ પગલું ભર્યુ છે. જેથી કરીને બાઈક પર મુસાફરી દરમિયાન સુરક્ષા રહે. નિયમ વિશે ખાસ જાણો.
આ છે નવો નિયમ
1. નવા પ્રસ્તાવ મુજબ 4 વર્ષ સુધીના બાળકોને મોટરસાઈકલ પર પાછળ બેસાડતી વખતે દ્વિચક્કી વાહનો જેમ કે બાઈક, સ્કૂટર, સ્કૂટી વગેરેની સ્પીડ લિમિટ 40 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ.
2. દ્વિચક્કી વાહન ચાલક પાછળ બેસનારા 9 મહિનાથી 4 વર્ષ સુધીના બાળકને ક્રેશ હેલમેટ પહેરાવશે.
3. MORTH ના જણાવ્યાં મુજબ મોટરસાઈકલ ચાલક એ સુનિશ્ચિત કરશે કે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોતાની સાથે બાઈક કે સ્કૂટર પર બાંધી રાખવા માટે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરશે.
કેવી હશે બાળકોની સેફ્ટી
સેફ્ટી હાર્નેસ બાળકો દ્વારા પહેરવામાં આવતું એક એવું જેકેટ હોય છે જેની સાઈઝને એડજસ્ટ કરી શકાય છે. આ પહેર્યા બાદ બાળકની સેફ્ટી વધી જાય છે. કારણ કે તે બાળકને બાંધી રાખવાનું કામ કરે છે. સેફ્ટી હાર્નેસમાં કેટલાક પટ્ટા હોય છે જે વાહન ચાલકના ખભા સાથે જોડાયેલા હોય છે.
નવેમ્બર સુધીમાં માંગ્યા સૂચનો અને આપત્તિઓ
મંત્રાલયે આ પ્રસ્તાવ પર લોકોની આપત્તિ અને સૂચનો પણ માંગ્યા છે. જે પ્રકારે બાઈકમાં બાળકોની સુરક્ષા માટે સેફ્ટી હાર્નેસ હોય છે, એ જ રીતે કારમાં ચાઈલ્ડ લોક સહિત અન્ય ફીચર્સ હોય છે. આ ફીચર્સ દ્વારા બાળકોની સુરક્ષા વધારવામાં આવે છે.
જાન્યુઆરી 2023થી લાગૂ થશે
મળતી માહિતી મુજબ રોડ પરિવહન મંત્રાલય અને રાજમાર્ગ મંત્રાલયના અધિકારીઓએ નોટિફિકેશન પર નવેમ્બરના અંત સુધીમાં આપત્તિ હોય તો જણાવવા કહ્યું છે. જે પણ આપત્તિઓ આવશે તેનું સમાધાન કરાશે. ત્યારબાદ ગેઝેટ બહાર પાડી સંશોધન કરી દેવાશે. નોટિફિકેશનમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે સંશોધનના એક વર્ષ બાદ નવા નિયમ લાગૂ થશે. એટલે કે ડિસેમ્બર સુધીમાં આપત્તિઓની પતાવટ થયા બાદ તેમાં સંશોધન કરી દેવાશે અને એક વર્ષ બાદ 2022ના અંત સુધી કે જાન્યુઆરી 2023માં તે લાગૂ થઈ જશે
રોડ પરિવહન મંત્રાલયના જણાવ્યાં મુજબ 2019માં દેશભરમાં થયેલા રોડ અકસ્માતમાં 11168 બાળકોના મોત થયા છે. જે મુજબ એક દિવસમાં સરેરાશ 31 બાળકોના જીવ ગયા જે રોડ અકસ્માતમાં થનારા મોતના આઠ ટકા છે. ગત વર્ષની સરખામણીમાં આ આંકડો 11.94 ટકા વધુ હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)