Home News કર્ણાટક : કોડાગુમાં આવેલ બોર્ડિંગ સ્કૂલના 32 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

કર્ણાટક : કોડાગુમાં આવેલ બોર્ડિંગ સ્કૂલના 32 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

Face Of Nation, 28-10-2021: કર્ણાટકમાં આવેલ કોડાગુમાં કોરોનાએ વધાર્યું  લોકોનું ટેન્શન. અહીયા એક શાળામાં 32 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે સ્કૂલ પ્રશાસનમાં હડકંપ મચી ઉઠ્યો છે. કોડાગુમાં આવેલ નવોદય વિદ્યાલયમાં આ બનાવ બન્યો છે. જેના કારણે લોકોમાં હવે અહીયા ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

આપને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓની સાથે સાથે અહીયા એક શિક્ષકનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. જે પણ વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે. તે મોટા ભાગે બધા 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ છે. શાળાના વિદ્યાર્થીઓને પણ 7 દિવસ સુધી આઈસોલેટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સાથેજ પ્રશાસન દ્વારા પણ માતા પિતા પેનિક ન થાય તે કહેવામાં આવ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર કેસ નોંધાયા છે. સાથેજ 733 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જોકે સારી બબાત એ છે કે 17હજાર કરતા પણ વઘારે લોકો રિકવર પણ થયા છે. રિકવરી રેટ 98.20 ટકા સુધઘી પહોચ્યો છે. જે માર્ચ 2020 થી લઈ અત્યા સુધીમાં સૌથી વધારે છે.