Home Uncategorized રશિયામાં કોરોના બેકાબૂ, અનેક શહેરોમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું

રશિયામાં કોરોના બેકાબૂ, અનેક શહેરોમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું

Face Of Nation, 29-10-2021:  રશિયામાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે. કોરોના બેકાબૂ બનતા દરરોજ નોંધાતા નવા કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 40,069 કેસ નોંધાયા છે અને 1159નાં મોત થયા છે. આને કારણે રાષ્ટ્રપતિ પુતિન દ્વારા મોસ્કો સહિત કેટલાંક રાજ્યોમાં 11 દિવસનું લૉકડાઉન લાદવામાં આવ્યું છે.

ગુરુવાર 28 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી સ્કૂલો, કોલેજો, મૉલ, રેસ્ટોરાં અને બજારો બંધ રાખવાના આદેશ અપાયા છે. જિમ, મનોરંજનનાં સ્થળો તેમજ આવશ્યક ચીજો સિવાયના સ્ટોર્સ 11 દિવસ બંધ રાખવામાં આવશે. જો કે રેસ્ટોરાં અને હોટલો હોમ ડિલિવરી માટેનાં ઓર્ડર્સ લઈ શકશે. ઓફિસો તેમજ જાહેર માર્ગ પરિવહન સેવા બંધ રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)