Home Politics અમિત શાહે મેરા પરિવાર ભાજપ પરિવાર મેમ્બરશીપ ડ્રાઈવની શરૂઆત કરી, યોગીજી વિશે...

અમિત શાહે મેરા પરિવાર ભાજપ પરિવાર મેમ્બરશીપ ડ્રાઈવની શરૂઆત કરી, યોગીજી વિશે જે કહ્યું

Face Of Nation, 29-10-2021: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું લખનૌ આગમન થયું હતું અને આ પ્રસંગે  મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, સ્વતંત્ર દેવ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, રાધા મોહન સિંહ, કેશવ મૌર્ય, દિનેશ શર્મા અને અનુરાગ ઠાકુરે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લખનૌમાં વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી.

અમિત શાહે કહ્યું હતું કે આજે હું અહીં ભાજપની સદસ્યતા કાર્યક્રમની શરૂઆત કરવા માટે આવ્યો છું. આજે અહી આવ્યો ત્યારે એ યાદ કરવા માગું છું કે બાબા વિશ્વનાથ અને ભગવાન રામ, કૃષ્ણ, ભગવાન બદ્ધ, મહારાજા સુહેલદેવ અને કબીરની આ ભૂમિ છે.

તેમણે ઉત્તરપ્રદેશને યાદ અપાવ્યું હતું કે આ ભૂમિને ભાજપે ઓળખ અપાવવાનું કામ કર્યું છે. ભાજપે યુપીને આગળ લઈ જવાનું કામ કર્યું અને સિદ્ધ કર્યું છે કે સરકાર પરિવારો માટે નહીં પરંતુ ગરીબ માણસો માટે કામ કરવા માટે હોય છે. તેમણે કહ્યું હતું કે ભાજપે ઉત્તરપ્રદેશને પોતાની ઓળખ આપવી અને દેશનું મુખ્ય રાજ્ય બનવા તરફ ખૂબ અગ્રેસર કર્યું છે.

તેમણે કહ્યું હતું કે મિત્રો આ દિવાળીએ તમે મારો પરિવાર ભાજપ પરિવાર એવા તોરણોથી પોતાના દ્વાર સજાવજો અને ભાજપને સમર્થન આપજો.  સાથે તેમણે ઉત્તરપ્રદેશનાં ફરી ૩૦૦ કરતાં વધારે બેઠકો મેળવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

> તેમણે કહ્યું હતું કે અગાઉ બેરોજગારી ૧૮% હતી અને હવે ૪% છે.

ઉત્તરપ્રદેશ ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ૧૪ માં ક્રમે

૨૦૨૨ સુધીમાં ઉત્તરપ્રદેશમાં ૪૦ મેડિકલ કોલેજ હશે

એરપોર્ટ ચાર જ હતા હવે ૯ છે અને એક્સપ્રેસ હાઇવે પણ બન્યા છે

એક લાખ પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવી અને ભ્રષ્ટાચાર પણ નાબૂદ કરવામાં આવયો.

૨૦૨૪  માં ફરી મોદીજીને PM બનાવવાની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અપીલ કરી હતી
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)