Home News ગુજરાતમાં કોરોનામાં ધીરે ધીરે વધારો, આજે કોરોનાના 22 કેસ નોંધાયા બીજી તરફ...

ગુજરાતમાં કોરોનામાં ધીરે ધીરે વધારો, આજે કોરોનાના 22 કેસ નોંધાયા બીજી તરફ 14 દર્દીઓ સાજા

Face Of Nation, 29-10-2021: ગુજરાતમાં કોરોનાના આંકડાઓમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો હોય તેવું ચિત્ર ઉભુ થઇ રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 22 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 14 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,246 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો આજના દિવસમાં કુલ 3,53,674 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 192 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 187 નાગરિકો સ્ટેબલ છે. 8,16,246 નાગરિકો અત્યાર સુધી કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10088 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. આજે વડોદરા કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશન 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડ 4, જુનાગઢ અને કચ્છમાં 1-1 કેસ નોંધાયો હતો.

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 3 ને રસીનો પ્રથમ જ્યારે 1546 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 12602 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 84752 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 38205 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 2,16,566 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે એક જ દિવસમાં 3,53,674 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 70242222 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)