Home News મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતાં દલિત પરિવાર પર હુમલો, 5ની ધરપકડ

મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતાં દલિત પરિવાર પર હુમલો, 5ની ધરપકડ

Face Of Nation, 30-10-2021:  સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ આજે જણાવ્યું કે, ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર પર અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ભોગ બનનારા ૬ વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા કુલ ર૧ લાખની સહાય ચૂકવવામાં આવશે. ઘટના સંદર્ભમાં પોલીસે ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આવું કરનારા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના લોકો પર મંદિર પ્રવેશ બાબતે કરાયેલા અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી પ્રદિપસિંહ પરમારે આ અંગેની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકાર રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને કોઇનેય આવા અત્યાચારનો ભોગ બનવું ન પડે તેવી પ્રતિબદ્ધતાથી કર્તવ્યરત છે.

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, દલિત અત્યાચારની આ ઘટનામાં જે ૬ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર હેઠળ છે. તેમને નિયમાનુસાર કુલ ર૧ લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. મંત્રીએ જણાવ્યું કે, કચ્છની આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રીશ્રીએ સત્વરે જરૂરી પગલાં લેવા અને આ ઘટનામાં સંડોવાયેલાઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આવી ઘટના ભવિષ્યમાં ન બને તેની પણ તકેદારી રાખવા જણાવ્યું હતું.

આ સંદર્ભમાં કચ્છ જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસે ત્વરિત એકશન લઇને ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે. એટલું જ નહિ, એફ.આઇ.આર પણ દાખલ કરવામાં આવી છે. પ્રદિપસિંહ પરમારે સ્પષ્ટપણે ઉમેર્યુ કે, રાજ્યમાં આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને  તેની સંપૂર્ણ તકેદારી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકાર સામાજિક સમરસતા અને સૌના સાથ સૌના વિકાસના ધ્યેયને પાર પાડશે. અત્રે નોંધનીય છે કે, આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ગંભીર પડઘા પડ્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)