Face Of Nation, 31-10-2021: સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જયંતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને નમન કર્યા. આજે દેશ રાષ્ટ્રીય એક્તા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ આ અવસરે એક રેકોર્ડેડ વીડિયો મેસેજ દ્વારા દેશને સંબોધન કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય એક્તા દિવસ પર દેશવાસીઓને ખુબ ખુબ શુભકામનાઓ. એક ભારત શ્રેષ્ઠ ભારત માટે જીવનની દરેક પળ જેણે સમર્પિત કરી, એવા રાષ્ટ્ર નાયક સરદાર વલ્લભભાઈ પટેલને આજે દેશ પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજે દેશભરમાં એક્તાનો સંદેશ લઈને આપણા ઉર્જાવાન સાથીઓ આગળ વધી રહ્યા છે. ભારતની અખંડિતતા પ્રત્યે આપણે દેશના ખૂણે ખૂણે થઈ રહેલા રાષ્ટ્રીય એક્તા દિવસના આયોજનને જોઈ રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે સરદાર પટેલજી ફક્ત ઈતિહાસમાં જ નહીં પરંતુ આપણા દેશવાસીઓના હ્રદયમાં પણ છે. ધરતીના જે ભૂ ભાગ પર આપણે 130 કરોડ ભારતીયો રહીએ છીએ, તે આપણી આત્મા, સપના, આકાંક્ષાઓનો અખંડ ભાગ છે. સેંકડો વર્ષોથી ભારતના સમાજ, પરંપરાઓથી લોકતંત્રનો જે મજબૂત પાયો રચાયો છે તેણે એક ભારતની ભાવનાને સમૃદ્ધ કરી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)