પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર બ્રિટિશ હેરાલ્ડ મેગેઝીનનાં જુલાઇ ઇશ્યુનાં કવર પેજ પર પણ ચમકશે, આ એડિશન 15 જુલાઇનાં રિલીઝ થશે
Face Of Nation:ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દુનિયાએ સૌથી શક્તિશાળી વ્યક્તિ માન્યા છે. બ્રિટિશ હેરાલ્ડનાં એક પોલમાં રીડર્સે PM મોદીને વર્ષ 2019 માટે દુનિયાનાં સૌથી શક્તિમાન વ્યક્તિ તરીકે પસંદગી કરી છે. અન્ય નેતાઓ વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ પણ આ પોલમાં હતાં. પણ PM મોદી અતમામને પછાડીને નંબર વનની જગ્યા લીધી છે. બ્રિટશિ હેરાલ્ડે એખ પોલમાં 25થી વધુ હસ્તિઓને શામેલ કર્યા હતાં.
કહેવાય છે કે, દુનિયાનાં સૌથી શક્તિમાન વ્યક્તિની પસંદગી માટે ફક્ત વોટિંગની પ્રક્રિયાનો ઉપયોગ નહોતો થયો. બ્રિટિશ હેરાલ્ડે રીડર્સનો વોટ લેવા માટે વન ટાઇમ પાસવર્ડ આપ્યો હતો. તેનો ઉદ્દેશ હતો કે કોઇ વ્યક્તિ એકથી વધુ વખત કોઇપણ નેતાને વોટ ન કરી શકે. આશ્ચર્યની વાત એ છે કે, વોટિંગ દરમિયાન સાઇટ ક્રેશ થઇ ગઇ. કારણ કે વોટ કરવા માટે વધુમાં વધુ લોકો આવ્યા હતાં.
બ્રિટિશ હેરાલ્ડનાં રિડર્સનાં વોટમાં પ્રધાનમંત્રી મોદીને સૌથી વધુ 30.9 ટકા વોટ મળ્યાં જ્યારે તેમનાં પ્રતિદ્વંદ્વી નેતા રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ઘણાં આગળ હતાં. આ પોલમાં વ્લાદિમીર પુતિનને 29.9 ટકા વોટ મળ્યા હતાં. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 21.9 ટકા વોટ મળ્યા હતાં. ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને 18.1 ટકા વોટ મળ્યા હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તવસીર બ્રિટિશ હેરાલ્ડ મેગેઝિનનાં જુલાઇ ઇશ્યુનાં કવર પેજ પર પ્રકાશિત કરવામાં આવશે. આ એડિશન 15 જુલાઇનાં રોજ રિલીઝ થશે.