Home Uncategorized ઉત્તરાખંડમાં ગોઝારો રવિવાર, ચકરાતા નજીક ખીણમાં વાન ખાબકતા 12થી વધુ લોકોના મોત

ઉત્તરાખંડમાં ગોઝારો રવિવાર, ચકરાતા નજીક ખીણમાં વાન ખાબકતા 12થી વધુ લોકોના મોત

Face Of Nation, 31-10-2021: ઉત્તરાખંડના ચકરાતા વિસ્તારમાં બાયલા ગામથી વિકાસનગર જઈ રહેલું એક યુટિલિટી વ્હીકલ ખીણમાં ખાબક્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.

મળતી માહિતી પ્રમાણે, આ યુટિલિટી વ્હીકલમાં 19 લોકો સવાર હતા. જે પૈકી 14 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બાકીના લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.

આ બનાવ અંગેની આસપાસના ગ્રામજનને ખબર પડતા જ તેઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવ કાર્યમાં જોડાયા છે. અત્યંત દુર્ગમ વિસ્તાર હોવાના કારણે રેસ્ક્યુ ટીમને અકસ્માત સ્થળે પહોંચવામાં સમય લાગી રહ્યો છે. બીજી તરફ માર્ગ અકસ્માતની માહિતી મળતાં જ વિપક્ષના નેતા પ્રીતમ સિંહ તે તરફ રવાના થઈ ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)