Home Uncategorized દિલ્હી:શિક્ષકે કર્યું શૈતાની કૃત્ય,પત્ની સહિત 3 બાળકોને કાપીને મારી નાંખ્યા

દિલ્હી:શિક્ષકે કર્યું શૈતાની કૃત્ય,પત્ની સહિત 3 બાળકોને કાપીને મારી નાંખ્યા

ઉપેન્દ્રની હાલત એટલી ખરાબ હતી કે તેને પોતાનાં પરિવારનું કટરથી ગળું કાપી નાંખ્યું.

Face Of Nation:દિલ્હીનાં મહરૌલીમાં શુક્રવારે મોડી રાતે હૃદયદ્વાવક કિસ્સો સામે આવ્યો છે. વાર્ડ 2નાં રહેવાસી એક ટ્યૂશન શિક્ષકે પોતાની પત્ની અને ત્રણ માસૂમ બાળકોની હત્યા કરી દીધી છે. આરોપીની ઓળખ ઉપેન્દ્ર શુક્લા તરીકે કરવામાં આવી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ઘણાં સમયથી તે ડિપ્રેશનમાં હતો અને તેનાં જ કારણે આ પગલું ભર્યું છે. ઉપેન્દ્રની હાલત એટલી ખરાબ હતી કે તેને પોતાનાં પરિવારનું કટરથી ગળું કાપી નાંખ્યું.

જણાવવામાં આવી રહ્યું છે કે રાતે 1 વાગે તેણે બધાની હત્યા કરી દીધી. ડીસીપી દક્ષિણ દિલ્હીએ જણાવ્યું કે આરોપીએ હત્યા કર્યા પછી એક નોટ પણ લખી હતી. જેમાં તેણે પરિવારની હત્યા કરવાની વાત કબૂલી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ હત્યા કર્યા પછી પોતાની જાતને પણ ચપ્પુથી ઘાયલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ઘટનાસ્થળેથી તે ક્યાંય ભાગ્યો નહીં અને પોલીસે તેને ત્યાંથી જ પકડ્યો હતો.